જોન અબ્રાહમની આ ફિલ્મ રહી સક્સેસફુલ, હવે અમેરિકામાં થશે રિલીઝ
એક્ટર-પ્રોડ્યૂસર જોન અબ્રાહમની પ્રથમ મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’ અમેરિકામાં રિલીઝ થવાની છે
મુંબઇ: એક્ટર-પ્રોડ્યૂસર જોન અબ્રાહમની પ્રથમ મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’ અમેરિકામાં રિલીઝ થવાની છે. જોને બુધવારે ટ્વિટ કર્યું, ‘‘ભારતમાં એક અદ્ભુત સફળતા બાદ મારી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’ 7 સપ્ટેમ્બરે અમેરિકામાં રિલીઝ થશે.’’
આ ફિલ્મ આ શીર્ષકવાળી મરાઠી ફિલ્મ પર આધારીત છે. જેમાં દિગ્ગજ અભિનેત્રી રીમા લાગૂ પ્રમુખ ભૂમિકામાં જોવા મળી રહી છે. સ્વપ્ના વાઘમારે જોશી દ્વારા નિર્દેશિત ‘ફૂગે’માં સુબોધ ભાવે અને રાકેશ બાપટ જેવા સ્ટાર્સ પ્રમુખ આ ફિલ્મમાં રોલ પ્લે કરે છે.
એક્ટિંગની વાત કરીએ તો જોન તેની નવી ફિલ્મ ‘બાટલા હાઉસ’માં જોવા મળશે. જેમાં નિખિલ આડવાણી અને જોન અબ્રાહમ ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે. ‘સત્યમેવ જયતે’માં જોવા મળેલા જોન અબ્રાહમે કહ્યું કે આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’ની શૂટિંગ એક નવેમ્બરથી શરૂ થઇ જશે. આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’ વિશે જોન કહ્યું હતું કે, અમે આવતા અઠવાડીયાથી આ ફિલ્મનું વર્કશોપ્સ શરૂ કરીશું. અમે 1 નવેમ્બરથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું અને 5 જાન્યૂઆરી સુધીમાં પૂરૂ કરી દઇશું.
ફિલ્મમાં જોન ડીસીપી સંજીવ કુમાર યાદવનો રોલ પ્લે કરી રહ્યો છે. જેમણે કુખ્યાત 2008 બાટલા હાઉસ મુઠભેડ મામલે નેતૃત્વ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ દિલ્હી, મુંબઇ, જયપૂર અને નેપાળમાં થશે. જોને જણાવ્યું હતું કે, તે 15 ઓગ્સટ 2019સે ફિલ્મન રિલીઝ તારીખની જાહેરાત કરશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ રિલીઝ થઇ હતી જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મમાં જોન અબ્રાહમ એક્શન અને એંગ્રી યંગ મેનના લુકમાં જોવા મળ્યો જે 80 અને 90ના દશકની ફિલ્મોના એંગ્રી હીરોઝની સ્ટાઇલ જોવા મળી રહી હતી.
બીજી ફિલ્મોની વાત કરીએ તો જોન અબ્રાહમ અનીસ બઝ્મીની ફિલ્મ ‘પાલગલપંતી’માં પણ જોવા મળશે. અનીસ બઝ્મીની છેલ્લી વખત જોનની 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’નું નિર્દેશન કર્યું હતું.
(ઇનપુટ-આઇએએનએસ)