નવી દિલ્હી: ગત વર્ષ મૂવી લવર્સ માટે થોડું નિરાશાજનક રહ્યું હતું પરંતુ નવા વર્ષની શરૂઆત નવી આશાઓ લઈને આવ્યું છે. હવે બાહુબલી નિર્માતા એસએસ રાજામૌલીની (SS Rajamouli) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આરઆરઆર'નું (RRR) દમદાર પોસ્ટર સામે આવ્યું છે. આ દમદાર પોસ્ટરની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેન-ઇન્ડિયા મલ્ટીસ્ટારર ફિલ્મ 'આરઆરઆર' (RRR) દશેરાના તહેવાર પર 13 ઓક્ટોબર 2021 ના દુનિયાભરમાં રિલીઝ થશે. જૂનિયર એનટીઆર (Jr NTR), રામ ચરણ (Ram Charan), અજય દેવગણ (Ajay Devgn), આલિયા ભટ્ટ (Alia Bhatt), સમુથિરકાની અને એલિસન ડૂડી સહિત સિનેમા જગતના અન્ય લોકપ્રિય કલાકારો સાથે બનેલી ફિલ્મ 'આરઆરઆર'નું આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જુઓ...


વધુ એક સ્ટાર ડિપ્રેશનનો શિકાર, ફાંસો ખાધેલી હાલતમાં મળી એક્ટ્રેસની લાશ


આ ફિલ્મ 'આરઆરઆર' (RRR) એક પીરિયડ એક્શનર છે, જેમાં દિગ્ગજ સ્વતંત્રતા સેનાનીઓ કોમારામ ભીમ અને અલ્લૂરી સીતારામારાજૂના યુવા દિવસોનું એક કાલ્પનિક વર્ણન કરવામાં આવ્યું છે.


આ વિશે વાત કરતા નિર્માતા ડીવીવી દાનય્યાએ કહ્યું કે, અમે 'આરઆરઆર'ના શૂટિંગ શેડ્યૂલના અંતની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સાહિત છીએ. અમે દર્શકોની સાથે સિનેમાઘરોમાં દશેરા જેવો મોટા ઉત્સવને મનાવવા માટે ખુબજ ઉત્સાહિત છીએ.


આ પણ વાંચો:- Akshay Kumar ને આજે પણ ખટકે છે આ વાત, જણાવ્યું હતું શા માટે થયા છે તકલીફ


આલિયાએ કહ્યું કે, 'આરઆરઆર'નું હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કર્યું. અભિનેતા ફિલ્મ માટે તેલુગુ ભાષા શીખી રહ્યા છે કેમ કે, તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં આલિયાને રામ ચરણ સાથે જોડવામાં આવી છે, જ્યારે જૂનિયર એનટીઆર ઓલિવિયાની સાથે રોમાન્સ કરતા જોવા મળશે.


આરઆરઆર એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેનમેન્ટ્સ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મને તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ સહિત અન્ય ભારતીય ભાષામાં રિલીઝ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube