`કચ્ચા બાદામ` ના ગાયક ભુવન બાદાયકરનું પોલીસે કર્યું સન્માન, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે સોંગ
Social Media TRENDING SONGS 2022: ભુબન બાદાયકર પશ્ચિમ બંગાળમાં કુરાલજુરી ગામના રહેવાસી છે. ભુબનને ખબર પણ ન હતી કે તે `કચ્ચા બાદામ` ગાઈને ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યા છે. તેમને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે દૂર-દૂરથી લોકો તેમને મળવા આવવા લાગ્યા.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના એક નાના શહેરમાં મગફળી વેચતા ભુવન બાદાયકરનું ગીત 'કચ્ચા બાદામ' હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી ઈન્સ્ટાગ્રામ પર આ ગીત પર જોરદાર રીલ બનાવવામાં આવી રહ્યું છે. આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભુવન બાદાયકર રાતોરાત સ્ટાર બની ગયો છે.
આ રીતે 'કચ્ચા બાદામ' ની સાથે સાથે ભુવનની પણ બધે ચર્ચા થઈ રહી છે. ગુરુવારે બંગાળ પોલીસના મહાનિર્દેશક મનોજ માલવિયા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભબન બડાયકરને રાજ્ય સચિવાલય ખાતે આમંત્રણ આપ્યું હતું. તેમની પાસેથી 'કચ્ચા બાદામ' ગીત સાંભળ્યું અને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું. ભુવન બાદાયકરે પોતાના ગીતથી પોલીસ અધિકારીઓના દિલ જીતી લીધા હતા.
કુરાલજુરી ગામના રહેવાસી છે ભુબન
ભુબન બાદાયકર પશ્ચિમ બંગાળમાં કુરાલજુરી ગામના રહેવાસી છે. ભુબનને ખબર પણ ન હતી કે તે 'કચ્ચા બાદામ' ગાઈને ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યા છે. તેમને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે દૂર-દૂરથી લોકો તેમને મળવા આવવા લાગ્યા. કેટલાક લોકોએ તેમની સાથે ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા.
આ સોંગ લોકપ્રિય બન્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, 'મને આ જોઈને ખૂબ જ ખુશી થઈ કે આટલા બધા લોકોએ મારા ગીતને પસંદ કર્યું છે અને મારી પાસેથી વધુ ગીતો ઈચ્છે છે. હું હાલમાં જ કોલકાતા શહેરમાં બીજી વાર આવ્યો. અહીં મને જે પ્રેમ અને પ્રશંસા મળી, મારા આંખોમાં આંસુ આવ્યા.'
માત્ર મગફળી વિક્રેતા નથી સંગીતકાર
ભુવન બાદાયકરે કહ્યું હતું કે તેઓ સામાન્ય મગફળી વેચનાર વેપારી નથી, હવે લોકોની નજરમાં તેઓ એક સંગીતકાર બની ગયા છે. તેમણે જણાવ્યું કે લોકો પાસેથી મળેલી પ્રશંસાના કારણે તેઓ ખુબ જ ખુશ છે અને તેમના ગામ માટે ગર્વની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube