જાહેરમાં ધડામ દઈને પડી કાજોલ, જોઈને બધા સ્તબ્ધ, વાઈરલ થયો VIDEO

બોલિવૂડની અભિનેત્રી કાજોલનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં જ કાજોલે ઈનક્રેડિબલ્સ 2માં પોતાનો વોઈસ આપ્યો છે. અવારનવાર કાજોલ ઈવેન્ટ્સમાં જોવા મળતી હોય છે. જો કે હાલમાં જ કાજોલ સાથે એક દુર્ઘટના ઘટી.
મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી કાજોલનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં જ કાજોલે ઈનક્રેડિબલ્સ 2માં પોતાનો વોઈસ આપ્યો છે. અવારનવાર કાજોલ ઈવેન્ટ્સમાં જોવા મળતી હોય છે. જો કે હાલમાં જ કાજોલ સાથે એક દુર્ઘટના ઘટી.
મળતી માહિતી મુજબ ઘટના ગુરુવારની હોવાનું કહેવાય છે. મુંબઈના ફોનિક્સ મોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી કાજોલ સિક્યોરિટીકર્મીઓ વચ્ચે ચાલતી હતી. અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી. કાજોલે તેની સાથે ચાલી રહેલા ગાર્ડનો શર્ટ પકડવાની પણ કોશિશ કરી પરંતુ આમ છતાં તે પડી. સદભાગ્યે કોઈ ઈજા થઈ નહતી.
હાલ કાજોલ પોતાના કામમાં વ્યસ્ત છે. પ્રદીપ સરકારની ફિલ્મમાં તે જોવા મળશે. છેલ્લે તે તમિલ ફિલ્મ વીઆઈપી2માં જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે આ વર્ષે મે મહિનામાં કાજોલના વેક્સના પૂતળાનું સિંગાપુર ખાતેના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.