નજર હટી, દુર્ઘટના ઘટી! દુર્ગા પંડાલમાં ફોન જોતા જોતા સ્ટેજ પરથી પડી આ બોલીવુડ અભિનેત્રી, જુઓ Video
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો કે તેને વાયરલ થતા વાર ન લાગી અને તેના પર યૂઝર્સે મજેદાર કમેન્ટ્સની હારમાળા પણ સર્જી દીધી.
Kajol Fell off Video: કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા દરમિયાન દુર્ગા પંડાલમાં જોવા મળે છે જ્યાં તેમના પરિવારનું એક પરંપરાગત સ્વરૂપ જોવા મળે છે. આ વખતે પણ તે દુર્ગા પંડાલમાં જતી જોવા મળે છે. પરિવારના સભ્યોને પણ મળે છે અને તેમના વીડિયો તથા ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર છવાયેલા છે પરંતુ દુર્ગા પૂજા માટે સ્ટેજ પર હાજર કાજલો સાથે કઈક એવું થઈ ગયું કે હવે યૂઝર્સ તેને લઈને મજેદાર કમેન્ટ્સ કરવાનું ચૂકી રહ્યા નથી.
બન્યું એવું કે કાજોલ દુર્ગા પૂજાના પંડાલમાં સ્ટેજ પર હતી. તેનું બધુ ધ્યાન ફોનમાં હતું અને ત્યાં અચાનક જ તે સ્ટેજના કિનારે પહોંચી અને પડી. જો કે આ દરમિયાન તે જેવી પડવા જેવી થઈ કે ત્યાં હાજર લોકોએ તેને સંભાળી લીધી અને પડતા બચાવી લીધી. પરંતુ આ દરમિયાન તેને પગમાં ઈજા થઈ તો સાથે સાથે તેનો ફોન પણ નીચે પડ્યો. તે વખતે પુત્ર યુગ પણ ત્યાં હતો જે મમ્મીને સંભાળતો જોવા મળ્યો.
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો કે તેને વાયરલ થતા વાર ન લાગી અને તેના પર યૂઝર્સે મજેદાર કમેન્ટ્સની હારમાળા પણ સર્જી દીધી. એક યૂઝરે લખ્યું કે પડ્યા વગર કાજોલનું કોઈ કામ થઈ શકતું નથી. તો અન્ય એક યૂઝરે લખ્યું કે સેનોરિટા મોટા મોટા દેશમાં નાની નાની વાત થતી રહે છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે હજુ ચલાવો ફોન.
અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળી કાજોલ
કાજોલ હાલના દિવસોમાં પોતાના અનેક પ્રોજેક્ટ્સમાં બિઝી છે. હાલમાં જ તે ધ ટ્રાયલમાં એક વકીલની ભૂમિકા ભજવતી જોવા મળી. જેમાં તેને લોકોએ ખુબ પસંદ કરી. તેની બીજી સીઝન પણ આવશે. આ ઉપરાંત તે દો પત્તીમાં પણ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. જેમાં તે પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકામાં આવવા માટે તૈયાર છે. ફિલ્મના ત્રીજા શિડ્યૂલની તૈયારીઓ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube