નવી દિલ્હીઃ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol) બોલિવૂડની લોકપ્રિય જોડીમાંથી એક છે. બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી છે, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. શાહરૂખ અને કાજોલ છેલ્લે ફિલ્મ 'દિલવાલે' (Dilwale) માં જોવા મળ્યા હતા. શું તમે જાણો છો કે આ ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે શાહરૂખ ખાનનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો, પરંતુ તે સમયે કાજોલે તેને બચાવી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજોલે બચાવ્યો હતો શાહરૂખનો જીવ
હકિકતમાં ફિલ્મ 'દિલવાલે' (Dilwale) નું ગીત 'ગેરુઆ' (Gerua) ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતના શૂટિંગ દરમિયાન શાહરૂખ પહાડ પરથી પડતાં બચી ગયો હતો. આ ગીતનો એક મેકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બંને સ્ટાર્સ ગીતના શૂટિંગ વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol)  પહાડની બાજુમાં આવેલા ધોધની સામે શૂટિંગ કરી રહ્યાં છે. કાજોલ તેની સામે ઉભી છે અને શાહરૂખ ઘૂંટણ પર બેસીને હાથ લંબાવીને સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે. તે જેવો ઉભો થાય છે તો તેનું બેલેન્સ બગડી જાય છે, પરંતુ કાજોલ તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે. આ રીતે કાજોલે શાહરૂખને પડતાં બચાવ્યો હતો.

Rakhi Sawant એ ફરી શરમ નેવે મૂકી, બ્રાને કેમેરા સામે ગણાવી તિજોરી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube