નવી દિલ્હીઃ સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરૂણ ધવન સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર સ્ટારર કંલકનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. બે મિનિટ પાંચ સેકન્ડના ટીઝરમાં ફિલ્મની સ્ટોરીના કેટલાક પાના ખુલતા દેખાઈ રહ્યાં છે. પરંતુ સાચી કહાની શું છે? તે વાતનો અંદાજો માત્ર લગાવી શકાય છે. ટીઝર ખુબ ભવ્ય છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય કે ફિલ્મ અધુરી પ્રેમકહાનીને દર્શાવે છે. અને આ સ્ટોરીનું અસલી રાઝ ક્યાંય નહીં તેના ટાઇટલ કલંકમાં છુપાયેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ટીઝર
વરૂણ ધવનના અવાજમાં પ્રથમ ડાયલોગથી ટીઝરની શરૂઆત થાય છે. વરૂણ કહે છે, કેટલાક સંબંધો કરજાની જેમ હોય છે, જેને નિભાવવા નહીં ચુકવવા પડે છે. વરૂણના પાત્રનું નામ ઝફર છે. ત્યારબાદ સૌથી પહેલા સામે આવે છે બહાર બેગમ, માધુરી દીક્ષિતનો ચહેરો. તેનો હાવ-ભાવ અને ભૂમિકા જોઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે એકવાર ફરી દેવદાસ બાદ માધુરી ગણિકાના રોલમાં જોવા મળવાની છે. 


ત્યારબાદ એક સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડની સાથે ફિલ્મના ઘણા શાનદાર સીન જોવા મળે છે. ત્યારબાદ ફિલ્મમાં બીજા ડાયલોગ બોલતી જોવા મળે છે રૂપ એટલે કે આલિયા ભટ્ટ. તે કહે છે કે, જ્યારે કોઈ બીજાની બરબાદી પોતાની જીતની જેમ લાગે તો અમારાથી વધુ બરબાદ કોઈ નથી દુનિયામાં. ટીઝરમાં અધુરી પ્રેમ કહાની, હિંદુ-મુસ્કિલમ દંગા, લવ ટ્રેંગલ જેવી ઘણા કહાનીઓ છે. 6 પાત્રો વચ્ચે બનેલી કહાની બે પેઢીઓ વચ્ચેની છે. સંભવતઃ પ્રથમ પેઢીની કહાની 1945ના સમયમાં બલરાજ ચૌધરી એટલે કે સંજય દત્ત અને બહાર બેગમથી થઈને જફર અને રૂપ સુધી પહોંચે છે. 



ટીઝરે કંઇક એ રીતે બનાવવામાં આવ્યું છે કે, તે પ્રભાવી જોવા મળે છે, પરંતુ સ્ટોરીનો ખ્યાલ આવતો નથી. હાલમાં માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષની એક સારી સ્ટોરી છે. તે કહેવું અયોગ્ય નથી કે કરણ જોહરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટને ભવ્યતાની સાથે નબાવ્યો છે. 


જુઓ ટીઝર




ફિલ્મનું ડાયરેક્શન અભિષેક વર્નને કહ્યું છે. આ ફિલ્મ 17 એપ્રિલ 2019ના રિલીઝ થશે. આ વર્ષે રિલીઝ થઈ રહેલી વરૂણ ધવનની પ્રથમ અને ગલી બોય બાદ આલિયા ભટ્ટની બીજી ફિલ્મ છે.