નવી દિલ્હી: ફિલ્મ કામસૂત્ર ફેમ અભિનેત્રી શર્લિન ચોપડા છેલ્લા કેટલાક મહિનાથી પોર્નોગ્રાફી મામલાના કારણે ચર્ચામાં છે. હાલ તો આ કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો જામીન પર છૂટકારો થઈ ચૂક્યો છે. પરંતુ હવે શર્લિન ચોપડાએ આ સેલિબ્રિટી કપલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. શર્લિન ચોપડાએ કહ્યું કે શિલ્પાએ તેને અંડરવર્લ્ડની ધમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલ્પાએ મોકલી માનહાનીની નોટિસ
વાત જાણે એમ છે કે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં શર્લિને આ વાતનો  ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે 'શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ મને અંડરવર્લ્ડની ધમકી આપી.' આ ખબર મુજબ શર્લિને એમ પણ કહ્યું કે 'તેમણે હવે મને માનહાનિની નોટિસ મોકલી. પરંતુ હું ડરીશ નહીં. હું પોલીસને મારા નિવેદન નોંધવાની અપીલ કરુ છું. જેથી કરીને મારી ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે.'


આર્યન ખાન કેસના સાક્ષીએ ધરપકડ પહેલા Video બહાર પાડ્યો, લગાવ્યા આ આરોપ


શર્લિન પાસે માંગ્યા 75 કરોડ રૂપિયા
અત્રે જણાવવાનું કે આ ખબરમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ ગત દિવસોમાં શર્લિન પાસે માનસિક સતામણી બદલ 75 કરોડ રૂપિયા માંગવાની નોટિસ ફટકારી હતી. જેની જવાબી નોટિસ શર્લિને મોકલી દીધી છે. 


પાકિસ્તાનની જીત પર છાકટા બની એલફેલ બોલનારા Pak મંત્રીને ભારતના મુસલમાને આપ્યો જવાબ


કર્યો હતો પલટવાર
ત્યારબાદ એકવાર ફરીથી શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શર્લિને મેન્ટલ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સાથે ફ્રોડનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. 


ઘર પર જઈને યૌન શોષણની કરી વાત
આ મામલે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં શર્લિને નિવેદન આપ્યું હતું, 'શરીર દેખાડાવીને તમે એ છોકરીઓનું પેમેન્ટ ક્લિયર કેમ નથી કરતા? તમે તેમને ટોપી કેમ પહેરાવો છો? શું આ જ હોય છે એથિકલ બિઝનેસ? તમારે બિઝનેસમેન બનવું છે, જાઓ શીખો, ટાટા કેવી રીતે બિઝનેસ કરે છે. એથિક્સ સાથે કરે છે. જે વચન આપે છે તે નિભાવે છે અને તમે શું કરો છો? તમે આર્ટિસ્ટના ઘરે જઈને તેમનું શારીરિક શોષણ કરો છો. તેમના ઘરે જઈને તેને અંડરવર્લ્ડની ધમકી આપે છે. કહે છે શારીરિક શોષણનો કેસ પાછો લે નહીં તો તારી જિંદગી બરબાદ થઈ જશે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube