નવી દિલ્હી : ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી (Kamya Punjabi) બીજી વાર લગ્ન કરવા માટે તૈયાર છે. કામ્યા લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે અને હવે તે દિલ્હીના શલભ ડાંગ સાથે લગ્ન કરવાની છે. શલભ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. કામ્યા પોતાની હેલ્થ પ્રોબ્લેમની સારવાર દરમિયાન તેને મળી હતી અને તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા. હવે તેઓ આવતા વર્ષે લગ્ન કરવાના છે. કામ્યાએ પહેલા લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે કર્યા હતા પણ 2013માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. 


બોમ્બે ટાઇમ્સને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કામ્યાએ કહ્યું છે કે ''આવતા વર્ષએ આ સમય સુધી મારા લગ્ન થઈ ગયા હશે. હું ફેબ્રુઆરીમાં શલભને મળી હતી અને એક મહિનામાં જ તેણએ પ્રપોઝ કરી દીધું હતું. મારા માટે લગ્નનો નિર્ણય લેવાનું સરળ નહોતું. એક લગ્ન તુટ્યા પછી મારો પ્રેમ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. જોકે શલભને કારણે હું ફરી પ્રેમ અને લગ્ન પર વિશ્વાસ કરતી થઈ છું. મારી હાલત અત્યારે પ્રેમમાં ગળાડૂબ 16 વર્ષની છોકરી જેવી છે.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...