કંગનાએ કર્યું એવું એલાન, સાંભળીને અડધા બોલિવૂડના પગ નીચેથી ખસી જશે જમીન
મણિકર્ણિકાએ પછી કંગનાએ આગામી આયોજન જાહેર કર્યુ છે
મુંબઈ : થોડા સમય પહેલાં કંગનાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલિવૂડ પરત્વે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હવે લાગે છે કે કંગના બોલિવૂડમાં બધાને એક્સપોઝ કરવાના મૂડમાં છે. કંગનાની લેટેસ્ટ ફિલ્મ મણિકર્ણિકા બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને હવે કંગનાએ પોતાના જીવન પરની બાયોપિક એનાઉન્સ કરી છે અને એનું ડિરેક્શન કંગના પોતે જ કરશે. કંગનાના બોલિવૂડમાં મોટાભાગના લોકો સાથે વણસેલા સંબંધ છે અને આ કારણે અડધું બોલિવૂડ કંગનાની આ ફિલ્મથી ડરી રહ્યું છે.
B'day : મધુબાલાના પ્રેમમાં પાગલ હતા દિલીપ કુમાર, કોર્ટ કેસના લીધે આવ્યો હતો Love Storyનો અંત
મળતી માહિતી પ્રમાણે કંગનાએ પોતાના જીવન પરથી બનનારી ફિલ્મ માટે ટીમની પસંદગી કરી લીધી છે. ફિલ્મ બાહુબલી અને મણિકર્ણિકાના લેખક કેવી વિજેન્દ્ર આ બાયોપિકની વાર્તા લખશે તેમજ મણિકર્ણિકાની ટેકનિકલ ટીમ જ ફિલ્મનો ટેકનિકલ હિસ્સો સંભાળશે.
કંગનાએ દાવો કર્યો છે કે આ ફિલ્મ કોઈ પ્રોપેગંડા નથી. આ ફિલ્મમાં કંગનાની જિંદગી સાથે જોડાયેલા ઘટનાક્રમને દેખાડવાનો આવ્યો છે. કંગનાના જીવનમાં એવા અનેક સારા લોકો પણ છે જેણે તેને આગળ વધવાની પ્રેરણા આપી છે. આ લોકોને ફિલ્મમાં ખાસ સ્થાન આપવામાં આવશે. કંગના શરૂઆતમાં બહુ નર્વસ હતી પણ 2019ના ઓક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.