Kangana Ranautનો BMC પર આરોપ: મારા પડોશીઓને ઘર તોડવાની આપી ધમકી
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ઉનકે પડોશીઓને નોટિસ આપી છે. અભિનેત્રીનો દાવો છે કે, બીએમસીએ ધમકી આપી છે કે જો તે તેમના સમર્થન કરશે, તો તેમના ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ઉનકે પડોશીઓને નોટિસ આપી છે. અભિનેત્રીનો દાવો છે કે, બીએમસીએ ધમકી આપી છે કે જો તે તેમના સમર્થન કરશે, તો તેમના ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો:- રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો
કંગના રનૌત (Kangana Ranaut)એ તેના ઓફિસિયલ એકાઉન્ટથી ટ્વીટ કરતા કહ્યું, આજે બીએમસીએ મારા તમામ પડોશીઓને નોટિસ મોકલી છે. બીએમસીએ મને સામાજિક રીતથી અલગ-થલગ કરવાની ધમકી આપી છે. મારા પડોશીઓને કહ્યું છે કે, જો તેમણે મને સમર્થન આપ્યું, તો તેમના ઘર પણ તોડવામાં આવશે. મારા પડોશીઓ મહારાષ્ટ્ર સરકારની સામે કંઈ બોલ્યા નછી, મહેરબાની કરી તેમના ઘરોને છોડો.
આ પણ વાંચો:- સુશાંતની જેમ જ ફાંસી લગાવીને બિહારના એક કલાકારે મુંબઈમાં આત્મહત્યા કરી
કંગના અને શિવસેના સરકાર વચ્ચે શાબ્દીક યુદ્ધને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર બાંધકામના સંદર્ભે બાંદ્રામાં સ્થિત કંગનાની ઓફિસને બીએમસી દ્વારા 9 સપ્ટેમ્બરના તોડવામાં આવી હતી. જો કે, બોમ્બે હાઇકોર્ટથી સ્ટે ઓર્ડર મળ્યા બાદ તેનું કામ રોકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- ડ્રગ્સ કેસઃ NCBએ સર્વેલાન્સ પર રાખ્યા 3 મોટા અભિનેતાના ફોન, જલદી થશે પૂછપરછ
કંગનાને નુકસના પહોંચાડવા આવેલ તની ઓફિસની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube