એક નહીં પાંચ વખત તૂટી ચુક્યું છે કંગનાનું દિલ, હવે મિસ્ટ્રી મેન સાથે વાયરલ થઈ તસવીર
કંગના રનોત પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તેની મિસ્ટ્રી મેન સાથે એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે એક વ્યક્તિનો હાથ પકડીને જોવા મળી રહી છે. ત્યારબાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનોત હંમેશા કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. મુદ્દો ગમે તે હોય તે દરેક વિષય પર પોતાનો મત સ્પષ્ટ રીતે રાખે છે. તેવામાં હવે અભિનેત્રી તેના કોઈ નિવેદન કે પોસ્ટ નહીં પરંતુ પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવી છે. મિસ્ટ્રી મેનની સાથે તેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તે વ્યક્તિનો હાથ પકડીને જોવા મળી રહી છે. તેની તસવીર સામે આવતા જ લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યાં છે અને અટકળો લગાવી રહ્યાં છે કે કંગનાને લાઇફ પાર્ટનર મળી ગયો છે. પરંતુ તેના પર અભિનેત્રીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીર પ્રમાણે કંગના રનોત પાછલી રાત્રે સલૂનની બહાર જોવા મળી હતી. તેની સાથે મિસ્ટ્રી મેન પણ હતો. અભિનેત્રીએ તેનો હાથ પકડ્યો હતો. બંનેએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. તસવીર પર લોકો ખુબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- કોણ છે આ? બીજાએ લખ્યું- બંને સાથે સુંદર લાગી રહ્યાં છો. આ પ્રકારે લોકો રિએક્શન આપી રહ્યાં છે.
કિલર સૂપથી માંડીને મિશન ઇમ્પોસિબલ સુધી, આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 5 સીરીઝ-ફીલ્મો
આ સ્ટાર્સ સાથે રહી કંગનાના અફેરની ચર્ચા
મિસ્ટ્રી મેન પહેલા કંગના રનોતના અફેરની ચર્ચા રિતિક રોશન, આદિત્ય પંચોલી, અધ્યયન સુમન, અજય દેવગન અને ડોક્ટર નિકોલસ લાફર્ટી સાથે રહી છે. રિતિક સાથે અભિનેત્રીનું અફેર અને વિવાદ જગજાહેર છે. તેવામાં મિસ્ટ્રી મેનના લુક્સની તુલના રિતિક સાથે થઈ રહી છે. એક સમય પર કંગના પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહી હતી. તેવામાં હવે મિસ્ટ્રી મેન સાથે તેની રિલેશનશિપની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલા પર ફેન્સ અભિનેત્રીની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યાં છે. બધા તે જાણવા ઉત્સુક છે કે તે સિંગલ છે કે કોઈને ડેટ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube