કંગનાને મળી એટલી ફી કે દીપિકા બળીબળીને થશે રાખ
આ પહેલાં પદ્માવત માટે દીપિકા પાદુકોણને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા
મુંબઈ : ગત વર્ષથી બોલિવૂડમાં બાયોપિક્સની બોલબાલા ચાલી રહી છે, પહેલા જ્યાં ખેલાડીઓની બાયોપિક્સે બોક્સ ઓફિસ પર ધમાલ કરી તો હવે ચૂંટણીના સમયમાં રાજનીતિના ચહેરાની બાયોપિક્સ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિલસિલામાં હતે સાઉથની અભિનેત્રી અને રાજનેત્રી રહેલા જયલલિતાની બાયોપિક બનવાની તૈયારી થઈ ચુકી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના રનૌત જોવા મળશે.
શ્રદ્ધાના લગ્ન વિશે શક્તિએ કહ્યું કે દીકરીના લગ્ન તો કરવા છે પણ...
મળતી માહિતી પ્રમાણે કંગનાને આ પ્રોજેક્ટ માટે 24 કરોડ રૂપિયા જેટલી મોટી ફી ચૂકવવામાં આવશે. આ ફિલ્મ હિન્દી અને તામિલ એમ બે ભાષામાં બનાવવામાં આવશે. આ ફી મેળવીને કંગના ભારતની સૌથી વધારે ફી મેળવતી હિરોઇન બની જશે. આ પહેલાં પદ્માવત માટે દીપિકા પાદુકોણને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તેને સૌથી વધારે ફી મેળવનારી હિરોઇન ગણાવાઈ હતી. જોકે હવે કંગનાએ તેના કરતા લગભગ ડબલ ફી મેળવીને આ બિરૂદ અંકે કરી લીધું હતું.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારીને શેર કરી છે. આ સૂચનાને આપતા તરણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, કંગના રનૌત જલ્દી જયલલિતાની ભૂમિકામાં. બાયોપિક બે ભાષાઓ તમિલ અને હિન્દીમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ એએલ વિજય દિગ્દર્શિત કરશે. જે કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખિત. વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેશ આર સિંહ પ્રોડ્યુસ કરશે. તરણ આદર્શની સાથે ટ્રેડ એનાલિસ્ટ જલાપથી ગુડેલીએ પણ આ વાતનું સમર્થન કર્યું છે.
મહત્વનું છે કે, જયલલિતા સિનેમા જગતની સાથે ભારતીય રાજનીતિનું એક મોટુ નામ રહ્યું છે. તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં અભિનયની સાથે તેઓ 1991થી લઈને 2016 સુધી તમિલનાડુના સીએમ પદે પણ હતા. તેમનું નિધન વર્ષ 2016માં થયું હતું.