નવી દિલ્હી: બોલીવુડની ક્વીન કંગના રનૌત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. કંગના રનૌત હાલમાં દરેક મુદ્દા પર ખુલીને વાત કરી રહી છે. જેના કારણે તે ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ છે. આ વચ્ચે કંગના રનૌતે ફરિથી ચાહકોને હૈરાન કર્યા છે. થોડા સમય પહેલા જ કંગના રનૌતે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ કંગના રનૌતે સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેનું કારણે બોલીવુડની સાથે સાથે રાજકીય કોરિડોરમાં પણ હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Bigg Boss 14: નેપોટિઝ્મ મામલે હવે જોવા મળશે Salman Khanનો ગુસ્સો, જુઓ Video


પોતાની ટ્વીટમાં કંગના રનૌતે લખ્યું, હું તમને બધાને સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતીની શુભેચ્છા પાઠવવા ઇચ્છું છું. સરદાર વલ્લભભાઈ પટેલે આપણને દૂરંદેશી અને લીડરશિપના દમપર એક અખંડ ભારત આપ્યું છે. તમે અમારા માટે પ્રધાનમંત્રીની ખુરશીનો પણ ત્યાગ કર્યો છે. અમને અફસોસ છે કે, તમે પ્રધાનમંત્રી ના બની શક્યા. કંગના રનૌત ત્યાં રોકાઈ નહીં. તેણે સરદાર વલ્લભાઈ પટેલને લઇને એક પછી એક ટ્વીટ કર્યું.


Koena Mitraએ Twitter પર લગાવ્યો ગંભીર આરોપ, પોસ્ટ લખી જણાવ્યુ દુ:ખ


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube