નવી દિલ્લીઃ હંમેશા કોઈકને કોઈક વિવાદમાં રહેતી કંગના ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ છે તેની આગામી ફિલ્મ ધાકડ. એવું કહેવામાં આવી રહ્યું છેકે, આ બોલીવુડની મહિલા કેન્દ્રિત પહેલી એવી ફિલ્મ છે જેની પર 100 કરોડ કરતા વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોય. ફિલ્મો કરતાં તેમના નિવેદન માટે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ની આગામી ફિલ્મ ધાકડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે તેમના ચાહકો માટે કોઈ મોટી ખુશખબરીથી ઓછા નથી. બોલિવૂડમાં અત્યાર સુધી જે પણ હાઈ બજેટ ફિલ્મોનું નિર્માણ થયું છે તે પુરુષ પ્રધાન ફિલ્મો છે. બીજી બાજુ ભલે ફિલ્મની મુખ્ય હીરો સ્ત્રી અભિનેત્રી હોય પણ તે ફિલ્મનું બજેટ સામાન્ય અથવા ખૂબ ઓછું રહ્યું છે, પરંતુ બોલિવૂડની બેબાક બ્યૂટી કંગના રનૌત તેનો રેકોર્ડ તોડવા તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


‘ધાકડ’ બની સૌથી મોંધી મહિલા કેન્દ્રિત ફિલ્મ:
જો સૂત્રોનું માનીએ તો કંગનાની ફિલ્મ ધાકડ બોલિવૂડની સૌથી વધુ બજેટ ધરાવતી મહિલા લીડ બનવા જઈ રહી છે. હવે દરેક જાણે છે કે જ્યારે પણ કંગના કંઈક કરે છે અથવા કરવા માંગે છે, ત્યારે તે સૌથી અલગ હોય છે. આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝ થયા પછી ભલે જેવું પ્રદર્શન કરે, પરંતુ કંગનાએ ભારતની પ્રથમ મહિલા કેન્દ્રિત ઉચ્ચ બજેટ ફિલ્મમાં કામ કરીને આ યાદીમાં પહેલા નંબર પર પોતાનું નામ ચોક્કસપણે સામેલ કર્યું છે.


રિલીઝ સુધીમાં 100 કરોડથી વધુનો થશે ખર્ચઃ
એક સમાચાર મુજબ આ ફિલ્મનું બજેટ અત્યાર સુધી 70-80 કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. જેમાં હાલમાં પ્રમોશનનો ખર્ચ સામેલ નથી. સામાન્ય રીતે તે 30 કરોડની આસપાસ રહે છે. એટલે કે કંગનાની 100 કરોડના પ્રોડક્શન કોસ્ટ સાથે આ પહેલી ફિલ્મ હશે. અત્યાર સુધી બોલિવૂડમાં કોઈ અભિનેત્રીની ફિલ્મ માટે એટલા પૈસા ખર્ચાયા નથી જેમાં તે મુખ્ય ભૂમિકામાં એકલી હોય.


એક એક્શન સીન પર ખર્ચાયા 25 કરોડથી વધુઃ
સમય સમય પર કંગના રનૌત તેમના ચાહકો સાથે ફિલ્મ સંબંધિત માહિતી શેર કરતી રહી છે. થોડા સમય પહેલા, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે એક એક્શન સીન પર 25 કરોડની મોટી રકમ ખર્ચવામાં આવી છે. તેમણે વીડિયોને કેપ્શન આપ્યું હતું ‘ક્યારેય નથી જોયું કે કોઈ ડાયરેક્ટરને રિહર્સલ માટે આટલો સમય અને મહત્વ આપતા હોય. તૈયારીનું પ્રમાણ જોઈને આશ્ચર્યમાં છું. કેટલું બધું શીખવાનું મળી રહ્યું છે. માત્ર એક એક્શન સિક્વન્સ પર 25 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.


ફિલ્મનું શૂટિંગ થઈ ચુક્યૂ છે  પુરૂ:
તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતે બુડાપેસ્ટમાં તેમની જાસૂસ રોમાંચક ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તેમણે રેપ-અપ પાર્ટીની ઘણી તસ્વીરો શેર કરી હતી. તેમના ડાયરેક્ટર રજનીશ ઘાઈ દ્વારા આયોજિત આ પાર્ટીમાં સમગ્ર ક્રૂ અને કંગનાની બહેન રંગોલી ચંદેલ હાજર રહી હતી.


ઓક્ટોબરમાં રિલીઝ થશે કંગનાની ફિલ્મઃ
તમને જણાવી દઈએ કે રજનીશ રાઝી ઘાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ‘સોહેલ મકલાઈ પ્રોડક્શન્સ’ અને ‘એસાયલમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ થયું છે. કંગના અને અર્જુન રામપાલ ઉપરાંત દિવ્યા દત્તા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ સિવાય કંગનાએ તેમની નવી ફિલ્મોની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દા. આ સાથે કંગનાની બે ફિલ્મો રિલીઝ માટે લગભગ તૈયાર છે. જેમાં ‘તેજસ’ અને ‘થલાઈવી’નો સમાવેશ થાય છે.