Emergency Film Trailer: ઈમરજન્સી ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ, આ તારીખે સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ
Emergency Film Trailer: છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી ફિલ્મ ઈમરજન્સી હવે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
Emergency Film Trailer: બોલીવુડ ક્વિન કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું બીજું ટ્રેલર આજે રિલીઝ થયું છે. છેલ્લા ઘણા સમયથી કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી વિવાદોમાં રહી છે અને આ ફિલ્મની રિલીઝ ડેટ પણ અનેકવાર ટળી ચૂકી છે. પરંતુ વિવાદોના અંતે આ મહિનામાં ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ઈમરજન્સી ફિલ્મ 1975 માં લાગુ કરાયેલા આપાતકાલ પર આધારિત છે. ફિલ્મનું આ બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં દેશમાં થયેલી ઉથલપાથલને દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મામાંથી કોણ વધારે અમીર ? જાણો બંનેની નેટવર્થ
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી 17 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું જે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં જય પ્રકાશ નારાયણના રોલમાં અનુપમ ખેર જોવા મળે છે જ્યારે અટલ બિહારી બાજપાઈના રોલમાં શ્રેયસ તલપડે છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના પાત્રમાં મિલિંદ સોમન જોવા મળે છે.
આ પણ વાંચો: કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો
ફિલ્મનું આ બીજું ટ્રેલર લોકોને પસંદ પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે ઇન્દિરા ગાંધીના રોલમાં કંગના દમદાર લાગે છે તેની ડાયલોગ ડીલેવરી અને એક્સપ્રેશન પણ લોકોને પસંદ પડ્યા છે. કેટલાક યુઝરનું એવું પણ કહેવું છે કે આ ફિલ્મ કંગનાને બીજો નેશનલ એવોર્ડ અપાવશે.
મહત્વનું છે કે કંગનાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. ફિલ્મ તૈયાર થયા પછી સેન્સર સર્ટિફિકેટ માટે ભારે વિવાદ થયો હતો. આમ તો આ ફિલ્મ ગયા વર્ષે 14 જૂને રિલીઝ થવાની હતી પરંતુ વિવાદોના કારણે તેની રિલીઝ ડેટ બદલતી રહી અને હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થશે.