આસમાનથી જમીન પર પહોંચી કંગનાની મણિકર્ણિકા, પાંચમાં દિવસે કમાણીમાં ઘટાડો
મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીની બોક્સ ઓફિસ પર કમાણી ધીમી થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત બાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો ચોંકાવનારો છે.
નવી દિલ્હીઃ કંગના રનોતની ડ્રીમ પ્રોજેક્ટ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીની બોક્સ ઓફિસ પર ઓપનિંગ વીકેન્ડ બાદ કમાણી ધીમી થઈ ગઈ છે. પરંતુ ફિલ્મએ 5માં દિવસે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રથમ ત્રણ દિવસમાં શાનદાર કમાણી બાદ અચાનક તેમાં ઘટાડો મેકર્સ માટે ચિંતાજનક છે. સારા રિવ્યૂ અને બોક્સ ઓફિસ પર સફળ શરૂઆત બાદ મૂવી માટે આ સરપ્રાઇઝ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા છે. તે પ્રમાણે મણિકર્ણિકાએ 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સારા ફીડબેક છતાં મૂવીનો બિઝનેસ વહેંચાઈ ગયો છે. કેટલિક સર્કિટમાં ફિલ્મ સારૂ કરી રહી છે. પરંતુ કેટલિક સર્કિટમાં કમાણીની ગતી ધીમી થઈ ગઈ છે. ભારતીય બજારમાં ફિલ્મએ શુક્રવારે 8.75 કરોડ, શનિવારે 18.10 કરોડ, રવિવારે 15.70 કરોડ, સોમવારે 5.10 કરોડ, મંગળવારે 4.75 કરોડની કમાણી કરી હતી. ત્રણ ભાષાઓમાં મણિકર્ણિકાનું 5 દિવસનું કલેક્શન 52.40 કરોડ રૂપિયા છે.
સારા ઓપનિંગ પછી શનિવાર બાદ મૂવીની કમાણીનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે. મંગળવારે ફિલ્મએ 4 કરોડની આસપાસ કમાણી કરી છે, જે નિરાશાજનક છે. જો આમ ઘટાડો થશે તો ફિલ્મનું બજેટ કાઢવું મુશ્કેલ રહેશે. કંગનાની ફિલ્મનું બજેટ 100-150 કરોડની નજીક જણાવવામાં આવી રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ સોનમ કપૂરની એક લડકી કો દેખા તો એસા લગા રિલીઝ થઈ રહી છે. તેના રિલીઝથી મણિકર્ણિકાના કલેક્શન પર સંટક આવી જશે. ફિલ્મની સ્ક્રીન્સ પણ ઓછી થઈ જશે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર