Kangana Ranaut: ચંદીગઢ એરપોર્ટ પર શું થયું, કેવી રીતે પડી કંગનાને થપ્પડ ? અભિનેત્રીએ વીડિયો શેર કરી જણાવી ઘટના
Kangana Ranaut reaction on slap: એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલા જવાને કંગના રનૌતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના કેવી રીતે બની અને શું થયું તે અંગે કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે.
Kangana Ranaut reaction on slap: લોકસભાની ચૂંટણીમાં મંડી બેઠક પરથી ભારે મતોની લીડ સાથે જીતનાર અભિનેત્રી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર એક ઘટના બની હતી. એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલા જવાને કંગના રનૌતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના કેવી રીતે બની અને શું થયું તે અંગે કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે. કંગનાએ વીડિયો શેર કરીને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે.
આ પણ વાંચો: સુપરસ્ટાર પિતાની 12 વર્ષની દીકરી પણ સુપરસ્ટાર, અત્યારથી લે છે 1 કરોડ ફી જાણો કોણ છે?
લોકસભાની ચૂંટણીમાં મંડી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલી અભિનેત્રી કંગના રનૌત દિલ્હીમાં મિટિંગમાં ભાગ લેવા માટે આવી રહી હતી. ચંદીગઢ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ દરમિયાન કંગના રનૌત સાથે આ ઘટના બની હતી. સીઆઇએસએફની મહિલા કર્મચારીએ કંગના રનૌતને જોરદાર થપ્પડ મારી દીધી હતી. મહિલા જવાનનું નામ કુલવીંદર કોર જણાવવામાં આવી રહ્યું છે
આ પણ વાંચો: Video: શિવાંગી જોશી-કુશાલ ટંડનનો Kiss કરતો વીડિયો વાયરલ, અફેરની ચર્ચાઓ તેજ
કંગના રનાવતે ઓફિસિયલ એક્સ પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને આ ઘટના અંગે વિસ્તારથી જણાવ્યું છે. કંગના રનૌત જણાવ્યું કે થપ્પડની ઘટના પછી સતત લોકો તેને ફોન કરી રહ્યા છે. તે સુરક્ષિત છે. જે ઘટના બની તે ચંદીગઢ એરપોર્ટ પર બની હતી. જ્યાં સિક્યુરિટી ચેક ક્રોસ કરતી વખતે સીઆઈએસએફની મહિલા જવાન પાસેથી તે પસાર થઈ તો તેણે તેને થપ્પડ મારી દીધી.
કંગના રનૌતએ તે મહિલાને પૂછ્યું પણ હતું કે તેણે આવું શા માટે કર્યું ? તો મહિલાએ જણાવ્યું કે તે ખેડૂત આંદોલનને સપોર્ટ કરે છે. આટલી વાત કરીને કંગના રનૌતએ વધે એવું પણ કહ્યું કે તેને ચિંતા છે કે પંજાબમાં જે ઉગ્રવાદ અને આતંકવાદ વધી રહ્યા છે તેને લઈ શું કરવું..