પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થયા બાદ કંગનાનો વીડિયો વાયરલ, કહ્યું- `પૈસાથી વધારે દુશ્મન બનાવ્યા...`
પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થયા પછી કંગના રનૌતે એક એક વીડિયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
નવી દિલ્હી: બોલીવુડ ક્વિન અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut), સિંગર અદનાન સામી (Adnan Sami), પ્રોડ્યૂસર કરણ જોહર (Karan Johar) અને નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor)ને સોમવારે પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)થી સમ્માનિક કરવામાં આવ્યા. પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થયા પછી કંગના રનૌતે એક એક વીડિયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કંગના રનૌત
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ કંગનાએ એક વીડિયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના જણાવી રહી છે કે, મિત્રો એક કલાકારના રૂપમાં મને ઘણીવખત ઘણો બધો પ્રેમ અને સમ્માન મળ્યું છે, પરંતુ આજે પહેલી વખત એક આદર્શ નાગરિક હોવાના નાતે મને દેશ તરફથી એવોર્ડ મળ્યો છે, જેના માટે હું તમામની આભારી છું.
મને સફળતાનો આનંદ ન મળ્યો...
કંગનાએ વધુમાં જણાવ્યું હતું, મેં જ્યારે મારા કરિયરની શરૂઆત કરી ત્યારે મને ઘણા વર્ષો સુધી સફળતા મળી નહોતી. પરંતુ જ્યારે મને 8-10 વર્ષો પછી સફળતા મળી તો મેં સફળતાની મઝા કરવાના બદલે મેં ઘણા અલગ પ્રકારનું કામ કરવાનું શરૂ કર્યું. મેં ઘણી ચીજોનો બહિષ્કાર કરવાનું વિચાર્યું પછી તે આઈટમ નંબર હોય કે મોટા પ્રોડક્શનની ફિલ્મો... મેં આ તમામ ચીજોનો બહિષ્કાર કર્યો. એટલે સુધી કે મેં પૈસાથી વધારે દુશ્મન બનાવ્યા.
મારા પર ઘણા કેસ પણ ચાલી રહ્યા છે....
વીડિયોના અંતમાં કંગનાએ જણાવ્યું કે, હું દેશ વિરોધી થનાર ચીજો વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છું, પછી તે જિહાદી હોય, ખાલિસ્તાની હોય કે પછી દેશ વિરુદ્ધ બોલનાર અન્ય દેશ. મારા પર ઘણા કેસ પણ ચાલી રહ્યા છે. પરંતુ આ સમ્માન ઘણા બધા લોકોને મૌન કરશે. હું આ દેશનું ખુબ જ સમ્માન કરું છું... જય હો. કંગના રનૌતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube