અમદાવાદના પોલીસકર્મીની પીટાઈ પર રંગોલીની ટ્વીટ- તે જોઈ રહ્યો છે... ઉપરવાળો નહીં ગુજરાતવાળો
દેશના અનેક શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેને લઈને રજનીકાંતે પણ ટ્વીટ કરી અને હિંસા તથા રમખાણોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ગણવું જોઈએ નહીં તેમ તેમમે કહ્યું. તેમણે જનતાને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવે આ મામલે પહેલેથી જ એક્ટિવ કંગની રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વીટ કરી છે.
નવી દિલ્હી: દેશના અનેક શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેને લઈને રજનીકાંતે પણ ટ્વીટ કરી અને હિંસા તથા રમખાણોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ગણવું જોઈએ નહીં તેમ તેમમે કહ્યું. તેમણે જનતાને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવે આ મામલે પહેલેથી જ એક્ટિવ કંગની રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વીટ કરી છે.
રંગોલીએ વિવેક રંજન અગ્નિહોત્રીની એક ટવીટ રીટ્વીટ કરી છે. જેમાં ફોટો પણ છે. એક પોલીસકર્મી ભાગતો ભાગતો પડી જાય છે અને ભીડ પીટવા લાગે છે. આ ટ્વીટ રીટ્વીટ કરતા રંગોલીએ લખ્યું કે કરી લો જેટલા રમખાણો કરવા હોય તેટલા, કરી લો જેટલા જુલ્મ માસૂમો પર કરવા હોય. તે જોઈ રહ્યો છે, ઉપરવાળો નહીં, ગુજરાતવાળો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube