Kangana Ranaut: કંગના રનૌતના બદલ્યા સુર, પહેલા વિનેશ ફોગાટને માર્યો ટોણો અને હવે કહી શેરની... કંગના રનૌતની પોસ્ટ વાયરલ
Kangana Ranaut Support Vinesh Phogat:વિનેશ ફોગાટને બુધવારે ઓલમ્પિક માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી વિનેશ ફોગાટે નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. જેને લઈને દેશભરના લોકો વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા. આ યાદીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગનાએ પણ વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે પરંતુ એક ટોણો માર્યા પછી.
Kangana Ranaut Support Vinesh Phogat: ભારતીય પહેલવાન વિનેશ વોગટે ઓલમ્પિકમાં ઇતિહાસ બનાવ્યો. તે ભારતની પહેલી મહિલા બની જે ઓલમ્પિક ફાઇનલ સુધી જવામાં સફળ થઈ. પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે વિનેશ ફોગાટને બુધવારે ઓલમ્પિક માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી વિનેશ ફોગાટે નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. જેને લઈને દેશભરના લોકો વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા. આ યાદીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગનાએ પણ વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે પરંતુ એક ટોણો માર્યા પછી.
આ પણ વાંચો: સાઈબર થ્રિલર ફિલ્મ CTRL માં જોવા મળશે અનન્યા પાંડે, આ તારીખથી OTT પર થશે સ્ટ્રીમ
કંગના રનૌતના આ બદલાયેલા રંગ છે. કારણકે આ પહેલા તેણે વિનેશ ફોગાટને ટોણો પણ માર્યો હતો. ખૂબ જ જલ્દી કંગનાએ પોતાનો સુર બધી લેતા તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પોસ્ટમાં કંગના એ વિનેશ ફોગાટ પર મોદી સરકાર વિરુદ્ધ ધરણા પર બેસવાનો અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરવાનો ટોણો માર્યો હતો. પરંતુ હવે કંગનાના સુર બદલી ગયા છે. હવે કંગના વિનેશ ફોગાટને શેરની કહી રહી છે તાજેતરમાં જ કંગનાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર વિનેશ ફોગાટની 2 તસવીરો શેર કરી. જેમાંથી એક ખૂબ જ ઈમોશનલ છે.
આ પણ વાંચો: અજય દેવગન પાસેથી લવ એડવાઈઝ લેતી હતી કાજોલ, અભિનેત્રીના લગ્નની વિરુદ્ધ હતા તેના પિતા
જોકે વિનેશ ફોગાટને પેરિસ ઓલમ્પિક 2024 માં અયોગ્ય ઘોષિત કર્યા પછી પણ કંગનાએ તેના પર તંજ કસ્યો હતો. કંગનાની તે પોસ્ટ પણ વાયરલ થઈ હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ભારતને પહેલા સુવર્ણ પદક માટે શુભકામના.. વિનેશ ફોગાટે એક વખત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો જ્યાં તેણે મોદી તેરી કબર ખુદેગી... એવા નારા પણ લગાવ્યા હતા. પરંતુ તેમ છતાં તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની અને શ્રેષ્ઠ કોચ અને અન્ય સુવિધાઓ આપીને ખાસ અવસર આપવામાં આવ્યો છે. આ લોકતંત્રની સુંદરતા છે અને એક મહાન નેતાની ઓળખ છે.