Kangana Ranaut આજે મુંબઇ પોલીસ સામે થશે હાજર? પહેલાં પણ મોકલ્યા છે બે સમન્સ
કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને આજે મુંબઇ પોલીસ (Mumbai police) સમક્ષ હાજર થવાનું છે. મુંબઇ પોલીસે 18 નવેમ્બરના રોજ કંગના અને તેમની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)ને સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાના આરોપોને લઇને ત્રીજીવાર સમન મોકલ્યું હતું. બંને બહેનો પહેલાં બે સમન્સ મોકલ્યા હતા. બંને બહેનોને પહેલાં બે સમન્સ મળ્યા બાદ મુંબઇ પોલીસ સામે હાજર નહી થાય. જ્યાં કંગનાની હાજરી 23 નવેમ્બરના રોજ છે તો તો બીજી તરફ તેમની બહેન રંગોલીની હાજરી 24 નવેમ્બરના રોજ છે.
બે ફિલ્મોની શૂટિંગ કરી રહી છે કંગના
કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર તેમણે આ જાણકારી આપી હતી.
આ પહેલાં બંને બહેનોને 26-27 ઓક્ટોબરના રોજ હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 9-10 નવેમ્બરના રોજ બંને બહેનોને સમન મોકલ્યું હતું. તેના પર કંગનાએ પોતાનો જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના ભાઇના લગ્ન છે. તેથી તે 15 નવેમ્બર પછી હાજર થઇ શકશે.
પહેલાં પણ મળી હતી નોટિસ
તમને જણાવી દઇએ કે બંને બહેનોને પહેલાં નોટિસ 21 નવેમ્બરના રોજ મોકલવામાં આવી હતી. કંગનાના વકીલે નોટિસનો જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કંગના હાલ હિમાચલ પ્રદેશમાં છે અને પોતાના ભાઇના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.
બાંદ્રા પોલીસને નોંધી હતી ફરિયાદ
જોકે બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ગત મહિને બોલીવુડના એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ પર પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આ ફરિયાદ કંગના અને તેમની બહેનના કથિત નિવેદનોને લઇને કરવામાં આવી હતી. ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે બંને બહેનો વિરૂદ્ધ આઇપીસી કલમ 153-એ, 295-એ, 124-એ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube