મુંબઈઃ કંગના રનૌતની મુંબઈ ઓફિસ તોડવા પર બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બીએમસીએ ખરાબ નીયતથી પગાલ ભર્યા છે. હવે બીએમસીએ કંગનાને વળતર આપવું પડશે. કંગનાએ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે જણાવ્યું, બીએમસીની નીયત હતી ખરાબ
સપ્ટેમ્બરમાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી. હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલું ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઇરાદાથી બરબાદ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, આ નાગરિકોના અધિકારની વિરુદ્ધ હતું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube