નવી દિલ્હી: સુપરસ્ટાર એક્ટર Puneeth Rajkumar નું આજે સવારે જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. સ્થિતિ બગડતાં તેમને બેંગલુરૂના વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર છતાં તેમને બચાવી ન શક્યા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્બઇ એક્ટરની તપાસ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થ કરતાં ફક્ત 6 વર્ષ મોટા હતા પુનીત
પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) એ ફક્ત 46 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની ઉંમર પણ ફક્ત 40 વર્ષની હતી જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ તેમનું નિધન થઇ ગયું. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) પણ જિમ અને વર્ક આઉટના ખૂબ શોખીન હતા. ગત થોડા સમયમાં ખૂબ વર્કઆઉટ કરનારાઓને હાર્ટ એટેક આવવાના કેસ સામે આવ્યા છે. 


કસરત કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ગત વખત ફિલ્મ Yuvarathnaa કામ કરતા જોવા મળ્યા હતા. એક કન્નડ વેબસાઇટના રિપોર્ટ અનુસાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) ના મોટા ભાઇ અને અભિનેતા શિવરાજકુમાર અને યશ પણ તે વખતે પરિસરમાં હતા જ્યારે તેમણે પોતાનો દેહ ત્યાગો. પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) ના અચાનક નિધનથી ફિલ્મ જગત આધાતમાં સરી ગયું છે.