પાતળા થવા માટે કરાવી ફેટ રિમૂવલ સર્જરી, ફેફસામાં પાણી ભરાતા 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોત
સારા દેખાવા માટે પાતળા છવાની ઘેલછામાં ફેટ રિમૂવલ સર્જરી કન્નડ અભિનેત્રી ચેતના રાજને ભારે પડી છે. સર્જરી દરમિયાન ફેફસામાં પાણી ભરાતા 21 વર્ષીય અભિનેત્રીનું મોત થયું છે.
નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી મંગળવારે એક એવા સમાચાર સામે આવ્યા જેનાથી તમામ લોકો વિચારવા માટે મજબૂર થઈ ગયા. હકીકતમાં નાના પડદાની અભિનેત્રી ચેતના રાજની બેંગલુરૂમાં ફેટ રિમૂવલ સર્જરી (વજન ઘટાડવા માટે થતી સર્જરી) દરમિયાન મોત થઈ ગયુ. આ મામલો સામે આવ્યા બાદ અનેક લોકો ચોકી ગયા છે. પોલીસે કહ્યું કે, તે માતા-પિતાને જણાવ્યા વગર સર્જરી કરાવી રહી હતી.
ચેતના રાજ યુવા અભિનેત્રી હતી, જેણે સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ ચેતનાના પરિવારજનોએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, તેની સર્જરી યોગ્ય ઉપકરણો વગર કરવામાં આવી. તો હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, મોત સર્જરી દરમિયાન ફેફસામાં પાણી ભરાવાને કારણે થયું છે.
જાણો કોણ હતી ચેતના રાજ?
ચેતના રાજ બેંગલુરૂમાં રહે છે. તેણે 21 વર્ષની ઉંમરમાં જ કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. ચેતનાએ લોકપ્રિય સીરિયલ ગીતા, ડોરસાની, ઓલવિના, નીલદાનામાં કામ કર્યું હતું. આ સિવાય તેણે કન્નડ ફિલ્મ હવાયામીમાં પણ અભિનય કર્યો હતો.
આ પણ વાંચોઃ 'તારક મહેતા...'ના દર્શકોને લાગશે જબરદસ્ત મોટો ઝટકો! દિશા વાકાણી પછી આ લોકપ્રિય કલાકારે પણ છોડ્યો શો?
ચેતના રાજના પિતા ગોવિંદા રાજે કહ્યું કે તેમની પુત્રીને સોમવારે સવારે 8.30 કલાકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સુધી તેમને જાણ થઈ ત્યાં સુધી ઓપરેશન શરૂ થઈ ચુક્યુ હતું. સાંજ સુધી ફેફસામાં પાણી ભરાવાને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ. ત્યાં આઈસીયૂ સહિત યોગ્ય સુવિધા નથી.
ચેતનાના પરિવારે મંજૂરી આપી નહીં
21 વર્ષીય અભિનેત્રીએ પોતાના પરિવાર પાસે ફેટ રિમૂવલ સર્જરી માટે મંજૂરી માંગી હતી, પરંતુ પરિવાર રાજી થયો નહીં. ત્યારબાદ તેણે પરિવારના સભ્યોને જાણ કર્યા વગર સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. પરિવારજનોએ કહ્યું કે હોસ્પિટલની બેદરકારીને કારણે મારી પુત્રીનું મોત થયું છે. ડોક્ટરોએ માતા-પિતાની મંજૂરી વગર અને યોગ્ય ઉપકરણો વગર સર્જરી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV