મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) સોમવારે એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસીને બહાર આવતો જોવા મળ્યો હતો. તેની આ તસવીરો સામે આવતા ફેન્સમાં હલચલ મચી ગઈ છે. ફેન્સ કપિલના સ્વાસ્થ્યને લઈને પરેશાન છે. ઘણા લોકો ટ્વીટ કરી તેના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. ફેન્સ જ નહીં અન્ય લોકો પણ કપિલને વ્હીલચેર પર બેઠેલો જોઈને ચોંકી ગયા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફોટોગ્રાફર્સના સવાલ પર કપિલ શર્મા ભડકી ઉઠે છે.


કપિલને આવ્યો ગુસ્સો
ફોટોગ્રાફર્સ કપિલ શર્મા (Kapil Sharma) ને ફોટો પાડે છે અને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. સૌથી પહેલા ફોટોગ્રાફર્સ કપિલનો ફોટો લેતા તેના હાલચાલ જાણે છે. ફોટોગ્રાફર કહે છે- કપિલ સર કેમ છે... સર વીડિયો લઈ રહ્યાં છીએ... ત્યારબાદ કપિલ કહે છે- ઓ પાછળ હટો તમે બધા. ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે- ઓકે સર... થેંક્યૂ સર... કપિલ પોતાનો ગુસ્સે દેખાડતા કહે છે- ઉલ્લૂ કે પઠ્ઠે.... તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર સકહે છે- સર રેકોર્ડ થઈ ગયું છે. તેના પર કપિલ કહે છે- હા કરી લો રેકોર્ડ.. તમે તોછડાઈ કરો છો. કપિલનું આ વર્તન જોઈ ફોટોગ્રાફર્સ કહે છે- સર તમે રિક્વેસ્ટ કરી હોત તો અમે પાછળ હટી ગયા હોત.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube