મુંબઈ : બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર તેની છેલ્લી ફિલ્મ કલંકના ધબડકા પછી ભારે ચિંતામાં છે. કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનનારી આ પહેલી પિરીયડ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારું પરિણામ નથી મળ્યું જેના પગલે હવે કરણ તેના બેનરની બીજી ફિલ્મ તખ્ત માટે ચિંતામાં મુકાઈ ગયો છે. તખ્ત પણ એક પિરીયડ ડ્રામા છે અને એમાં રણવીર સિંહ, વિક્કી કૌશલ, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, આલિયા ભટ્ટ અને ભુમિ પેડનેકર જેવા સ્ટાર્સ જોવા મળવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તખ્ત કરણનો ડ્રીમ પ્રોજેક્ટ છે પણ કલંકની નિષ્ફળતા પછી કરણની રાતોની નિંદર ઉડી ગઈ છે. સિને બ્લિટ્ઝના રિપોર્ટ પ્રમાણે કરણે હવે સંપૂર્ણ ધ્યાન તખ્ત પર આપવાનું શરૂ કરીને બમણી મહેનત શરૂ કરી દીધી છે. તે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં મોટો ફેરફાર કરી રહ્યો છે. તે તખ્તની સ્ક્રિપ્ટ વધારે સરળ બનાવવામાં વ્યસ્ત છે. 


'દે દે પ્યાર દે'નું નવું ગીત રિલીઝ, અજયનો પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે ડબલ રોમાન્સ


હાલમાં કરણ તખ્તનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યો છે અને શૂટિંગ માટે યોગ્ય લોકેશનની શોધ પણ ચાલી રહી છે. તખ્તમાં મોગલકાળને દર્શાવવામાં આવશે અને ઓરંગઝેબનો શાસનકાળ આવરી લેવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધી શરૂ થઈ જશે અને 6 મહિના સુદી ચાલશે. આ ફિલ્મ 2020ના અંત સુધી થિયેટરમાં પહોંચશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક