નવી દિલ્હી : ટીવી એક્ટર કરણ સિંહ ઓબેરોય પર કથિત રીતે એક મહિલા જ્યોતિષીને લગ્નનો વાયદો કરીને તેનો રેપ કરવાનો આરોપ મુકવામા આવ્યો છે. આ મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપીએ તેને લગ્નનો વાયદો કરીને પછી રેપ કર્યો અને પછી વીડિયો બનાવીને બ્લેકમેઇલ પણ કરી. આ મહિલાએ કરણ તેની પાસેથી પૈસા માગી રહ્યો હોવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"213778","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ફરીથી દયાબેન બનવા દિશાનો નવો દાવ? સાંભળ્યું છે કે...


મહિલાની ફરિયાદ પ્રમાણે આ બંનેની મુલાકાત 2016માં એક ડેટિંગ એપ પર થઈ હતી. આ પછી બંને મિત્રો બની ગયા અને મળવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે એક્ટરે તેને તેના ઘરે બોલાવી હતી અને ત્યાં તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. સાથે જ આરોપ લગાવતા કહ્યું કે કથિત રીતે તેણે તેને નારિયેળ પાણી પીવડાવ્યું હતું અને બાદમાં તે બેભાન થઈ ગઈ હતી. મહિલાએ કહ્યું કે આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને ફોન દ્વારા વીડિયો ક્લિપ ઉતારી લીધી.


ન્યૂઝ એજન્સી ANIએ ટ્વીટ કરી કરણ ઓબેરોયની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપી છે. કરણ પર મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ બ્લેકમેલ કરવાનો આરોપ છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કલમ 376 (રેપ) અને 384 (પૈસા વસૂલવા, ધમકી આપવી) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.


કરણ ઓબેરોય છેલ્લે અમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ ‘ઈનસાઈડ એજ’માં જોવા મળ્યો હતો. કરણ ઓબેરોયે 1995માં સીરિયલ સ્વાભિમાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તે જસ્સી જેસી કોઈ નહીં અને ઝિંદગી બદલ શકતી હૈ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો. કરણ ઓબેરોય એક્ટર હોવાની સાથે-સાથે એન્કર અને સિંગર પણ છે. માહિતી પ્રમાણે કરણ ઓબેરોયનું ટીવી એક્ટ્રેસ મોના સિંહ સાથે અફેર હતું. બંનેની મુલાકાત વર્ષ 2006માં થઈ હતી. આ બંનેની સગાઈ પણ થઈ હતી પણ લગ્ન થઈ શક્યા નહોતા.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...