નવી દિલ્હી: કરીના કપૂર (Kareena Kapoor) હવે કોઇપણ સમયે ખુશખબરી સંભળાવી શકે છે. કરીના અને સૈફ અલી ખાન જલદી જ બીજીવાર માતા-પિતા બનવાના છે. થોડા કલાકો પહેલાં જ કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. હવે કોઇપણ સમયે કરીના કપૂરની ડિલીવરી થઇ શકે છે. કરીના, સૈફ અને તેમનો આખો પરિવાર આતુરતાપૂર્વક આવનાર નાના મહેમાનની રાહ જોઇ રહ્યો છે. ઘરે ગિફ્ટ્સ પણ આવવા લાગ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આમ તો કહેવામાં આવી રહ્યું છે કે આ એક રૂટિન ચેકઅપ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીવાર માત બનશે કરીના
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજીવાર માતા બનવા જઇ રહી છે. એક્ટ્રેસએ વર્ષ 2016માં પુત્ર તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનવા જઇ રહ્યા છે. એક્ટરની પહેલી પત્ની અમૃતા સિંહ (Amrita Singh) થી તેમને બે બાળકો છે, સારા અલી ખાન (Sara Ali Khan) અને ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan).

Delhi: લોકોને મળી રહ્યો છે 'મોત'નો મેસેજ, મચી ગયો હડકંપ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube