નવી દિલ્હી :આજે બોલિવુડની પૂ એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નો જન્મદિવસ છે. પોતાના બર્થડે સેલિબ્રેશન માટે તે આખી ફેમિલી સાથે પટૌડી પેલેસ (Pataudi Palace) પહોંચી હતી. કરીનાએ પોતાની ફેમિલી સાથે પ્રાઈવેટ પાર્ટીમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે, આ પાર્ટી પ્રાઈવેટ હોવા છતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ગઈ છે, અને જોતજોતામાં વાયરલ (Viral Video) થઈ છે. કરીનાના બર્થડે સૈફ અલી ખાને (Saif Ali Khan) ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. તો આ સેલિબ્રેશનમાં કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ સામેલ થઈ હતી. આ પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળી રહી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયેલા વીડિયોમાં કરીના ચોકલેટ કેક કાપતી નજર આવી રહી છે. આ વીડિયોમાં સૈફ કરીનાની પાછળ તાળીઓ વગાડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં દિલજીત દોસાંજ (Diljit Dosanjh) નું ગીત ‘તેરા હેપ્પી બર્થ ડે...’ વાગતુ સંભળાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કરીનાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝમાં દિલજીત દોસાંજ સાથે જોવા મળશે. જુઓ આ પાર્ટીની Inside Photos અને Video.



ઉલ્લેખનીય છે કે, હાલ કરીના પોતાના પ્રોજેક્ટ્સમાં બહુ જ બિઝી છે. ટીવીથી લઈને ફિલ્મોમાં તે અનેક પ્રોજેક્ટ્સના શૂટ કરી રહી છે. તે હાલ ZEE TVના રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ (Dance India Dance)માં જજ બની છે. તો આ ઉપરાંત અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં નજર આવવાની છે.



બીજી તરફ, કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ તે જોવા મળશે. આ સાથે જ ઈરફાન ખાનની અંગ્રેજી મીડિયમમાં પણ જોવા મળશે.