Kareena Kapoor Khan: બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાનની મુશ્કેલી 3 વર્ષ પહેલા લોન્ચ થયેલા પુસ્તકના કારણે વધી છે. કરીના કપૂર ખાન તેની બુકના કારણે સમસ્યામાં ફસાઈ ગઈ છે. કરીના કપૂર ખાને બાળકોના જન્મ પછી એક પુસ્તક લોન્ચ કર્યું હતું. આ પુસ્તકના ટાઈટલને લઈને હવે વિવાદ શરુ થયો છે. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટે કરીના કપૂર ખાનને નોટિસ પણ ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો પોતાનો અનુભવ


કરીના કપૂર ખાનના પુસ્તકનું નામ કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેંસી બાઈબલ છે. આ બુકના નામમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવા બદલ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ મામલે એક વકીલે એમપી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે હવે કોર્ટે કરીના કપૂર ખાનને નોટિસ ફટકારી છે. 


આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝ


અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાઈબલ શબ્દનો ઉપયોગ કરી કરીનાએ ઈસાઈ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવી છે. આ મામલે અરજી કરનારાઓએ પુસ્તક પર પ્રતિબંધ મુકી દેવાની માંગ કરી છે. 


આ પણ વાંચો: રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવા લીધો મોટો નિર્ણય


કરીના કપૂર ખાન પર આરોપ છે કે તેણે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લોકોની ધાર્મિક લાગણી દુભાવી છે. તેણે આ નામ લોકપ્રિયતા મેળવવા રાખ્યું પણ તેનાથી લોકોની લાગણી દુભાણી છે. હવે આ મામલે 1 જુલાઈના રોજ સુનાવણી થઈ શકે છે.