Kareena Kapoor Jaane Jaan : નેટફ્લિક્સ પર વર્ષ 2023 માં ભારતની સીરિઝ અને ફિલ્મોને સૌથી વધુ વાર જોવામાં આવી છે. 2023 માં નેટફ્લિક્સ પર ભારતમાંથી શ્રેણીઓ અને મૂવીઝને 1 અબજથી વધુ વ્યૂઝ મળ્યા હતા. What We Watched: A Netflix એંગેજમેન્ટ રિપોર્ટ ટાઈટલ હેઠળ કરાયેલા સરવેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. જેમાં જુલાઈથી ડિસેમ્બર 2023ના સમયગાળા માટે સ્ટ્રીમિંગ સેવાનો વ્યૂઅરશિપ ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. વિશ્વભરના સબ્સ્ક્રાઇબરોએ 2023ના બીજા ભાગમાં Netflix પર લગભગ 90 અબજ કલાકની સામગ્રી જોઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાંથી સુજોય ઘોષની જાને જાન ફિલ્મ 20.2 મિલિયન વ્યૂ સાથે નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની છે. ત્યારબાદ શાહરૂખ ખાનની જવાન 16.2 મિલિયન વ્યૂઝ સાથે અને વિશાલ ભારદ્વાજની ખુફિયા 12.1 મિલિયન વ્યૂઝ સાથે બીજા ક્રમે છે. અન્ય લોકપ્રિય શીર્ષકોમાં OMG 2 (11.5 મિલિયન વ્યૂઝ), લસ્ટ સ્ટોરીઝ 2 (9.2 મિલિયન વ્યૂઝ), ડ્રીમ ગર્લ 2 (8.2 મિલિયન વ્યૂઝ) અને ટ્રુ-ક્રાઇમ ડોક્યુમેન્ટ્રી કરી એન્ડ સાઇનાઇડ (8.2 મિલિયન વ્યૂઝ)નો સમાવેશ થાય છે.


બસ, આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ


Netflix પર વેબ સીરિઝની કેટેગરીમાં, The Railway Men, જેમાં કે કે મેનન, બાબિલ ખાન અને દિવ્યેન્દુ અભિનીત છે, તે પણ બહુચર્ચિત બની હતી. જે 1984ના ભોપાલ ગેસ લીકની પૃષ્ઠભૂમિ પર બનેલી છે. આ સીરિઝે 10.6 મિલિયન વ્યૂઝ આકર્ષ્યા હતા, ત્યારબાદ સુવિન્દર વિકી અને બરુણ સોબતી સ્ટારર કોહરા (6.4 મિલિયન વ્યૂઝ), રાજ અને ડીકેની ગન એન્ડ ગુલાબ્સ (6.4 મિલિયન વ્યૂઝ) અને કાલા પાની ( 5.8 મિલિયન વ્યૂઝ) સામેલ છે. 


વૈશ્વિક સ્તરે, બિન-અંગ્રેજી શો અને મૂવીઝ નેટફ્લિક્સ સબ્સ્ક્રાઇબર્સ સાથે ખૂબ જ લોકપ્રિય છે, જે તમામ જોવાયાનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો બનાવે છે, અહેવાલ મુજબ. આમાં કોરિયન (9 ટકા જોવા સાથે), સ્પેનિશ (7 ટકા) અને જાપાનીઝ (5 ટકા) ભાષાની ફિલ્મોને પણ જોવામાં ભારતીયોને વધુ રસ પડ્યો છે. 


અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોત


રિપોર્ટમાં જર્મનીથી ડિયર ચાઈલ્ડ (53 મિલિયન વ્યૂઝ), પોલેન્ડથી ફોરગોટન લવ (43 મિલિયન વ્યૂઝ), મેક્સિકોમાંથી પેક્ટ ઑફ સાયલન્સ (21 મિલિયન વ્યૂઝ), કોરિયાથી માસ્ક ગર્લ (19 મિલિયન વ્યૂઝ),  જાપાનમાંથી યુ હકુશો (17 મિલિયન વ્યૂ) અને સ્પેનમાંથી બર્લિન (11 મિલિયન વ્યૂ) સીરિઝ પણ ભારતમાં સૌથી વધુ વ્યૂ મેળવવામાં સફળ રહી છે. 


નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી મૂવી લીવ ધ વર્લ્ડ બિહાઇન્ડ હતું, જેમાં એથન હોક અને જુલિયા રોબર્ટ્સે અભિનય કર્યો છે. આ ફિલ્મે 121 મિલિયન વ્યૂઝ જનરેટ કર્યા હતા. ત્યારબાદ એડમ સેન્ડલરની એનિમેટેડ ફિલ્મ લીઓ (96 મિલિયન વ્યૂઝ) હતી. વેબ સીરિઝની કેટેગરીમાં, એનાઇમ-પ્રેરિત લાઇવ એક્શન સીરિઝ "વન પીસ" એ 72 મિલિયન વ્યૂ મેળવ્યા છે.