બોલિવૂડમાં corona ચેપનો નવો કેસ, આ વખતે ટાર્ગેટ બન્યો ફિલ્મ પ્રોડ્યુસર
સિંગર કનિકા કપૂર, એક્ટર પુરબ કોહલી તેમજ કરીમની દીકરી ઝોયા પછી કોરાના સંક્રમણનો ભોગ બનનાર કરીમ બોલિવૂડની ચોથી સેલિબ્રિટી છે.
મુંબઈ : ફિલ્મ નિર્માતા કરીમ મોરાની કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ પહેલાં તેમની બંને દીકરીઓ ઝોયા અને શાઝા પણ સંક્રમિત થઈ હતી. સિંગર કનિકા કપૂર, એક્ટર પુરબ કોહલી તેમજ કરીમની દીકરી ઝોયા પછી કોરાના સંક્રમણનો ભોગ બનનાર કરીમ બોલિવૂડની ચોથી સેલિબ્રિટી છે. જોકે કનિકા તો કોરોના મુક્ત થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કરીમ મોરાનીનો પરિવાર મુંબઈમાં જુહૂ ખાતે રહે છે. તેમની બંને દીકરીઓમાં કોરોનાા લક્ષણ હતાં. જોકે, દીકરી ઝોયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે રાજસ્થાનથી પરત ફરી હતી. પરિવારની બીજી દીકરી શાઝા શ્રીલંકાથી પરત ફરી હતી અને તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યાં હતાં. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.
કરીમ મોરાનીની બંને દીકરીઓ હોસ્પિટલમાં છે અને બંનેએ તમામ માહિતી આપી હતી કે તેઓ ક્યાં ગયા હતાં અને કોને મળ્યાં હતાં. આ સમયે તેમનું આખું ઘર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube