નવી દિલ્હી: નાના પડદાની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા તૈયાર છે. અભિનેત્રી ટૂંક સમયમાં તેની નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. કરિશ્માના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ગુરુવારે અભિનેત્રી અને વરુણની હલ્દી સેરેમની થઈ, જેમાં બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.


સામે આવી કરિશ્માની મહેંદીની તસવીરો
હવે કરિશ્માની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે, જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. હાલમાં જ કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી અને વરુણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને બંનેની કેમેસ્ટ્રી ખરેખર અદભૂત લાગી રહી છે. હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube