આખરે કાર્તિક આર્યને સારા અલી ખાન સાથેના રિલેશન અંગે મૌન તોડ્યું, આપ્યો એવો જવાબ કે નહીં થાય વિશ્વાસ
Kartik Aaryan On Linkup with Sara Ali Khan: સારા અલી ખાન સાથે લિંકઅપના સમાચાર પર કાર્તિક આર્યનએ પોતાનું મૌન તોડ્યું છે. વર્ષ 2020માં બંનેએ ફિલ્મ `લવ આજ કલ` 2માં સાથે કામ કર્યું હતું.
Kartik Aaryan On Linkup with Sara Ali Khan: બોલિવુડ સિતારાઓ વચ્ચે હંમેશાં કંઈકને કંઈક રંધાતું જ હોય છે. ત્યારે હાલ સારા અલી ખાન અને કાર્તિક આર્યન ચર્ચામાં છે. બન્ને વચ્ચે ઈલુ ઈલુના સમાચાર વહેતા થયા છે, ત્યારે કાર્તિક આર્યને જાતે આ મુદ્દા પર મૌન તોડીને એક નિવેદન આપ્યું છે. કાર્તિક આર્યનની બોલિવુડના ચાર્મિંગ અને ટેલેન્ટેડ સિતારાઓમાં ગણતરી થાય છે. યંગસ્ટર્સની વચ્ચે તેણી લોકપ્રિયતા ખુબ જ છે. ઘણી અભિનેત્રીઓ સાથે કાર્તિક આર્યનનું નામ જોડાઈ ચૂક્યું છે. એક સમય તે સારા અલી ખાનની સાથે રિલેશનમાં હોવાના અહેવાલો ચર્ચામાં હતા. બીજી બાજુ બન્ને જણાંએ પોતાના રિલેશન વિશે ક્યારેય ખૂલીને પોતાની વાત જણાવી નથી. જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' આજે એટલે કે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યેને વર્ષ 2020માં ફિલ્મ 'લવ આજ કલ 2'માં કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના ડેટિંગના ઘણા સમાચાર આવ્યા હતા. જો કે, આ દરમિયાન બંનેએ ન તો તેમના સંબંધોને સ્વીકાર્યા કે ન તો નકારી કાઢ્યા. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ રિલીઝ થયા બાદ બંને અલગ થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને અનફોલો કરી દીધા છે. એવું પણ કહેવાય છે કે કાર્તિક અને સારાના સંબંધોના સમાચાર એ ફિલ્મ માટે પ્રમોશનલ ગિમિક છે. હવે કાર્તિકે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
Hardik Pandya: ગુજરાતની ટીમ પર જોરદાર ભડક્યો હાર્દિક, બેંગ્લોર સામે મળેલી હાર પાછળ કોના પર ઠીકરું ફોડ્યું!
કાર્તિક અને સારાની ફિલ્મો
જાણીતું છે કે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં સારા અલી ખાને કહ્યું હતું કે તેમનો કાર્તિક આર્યન પર ક્રશ છે. સારાના આ નિવેદન બાદ #Sartik પણ ખૂબ ફેમસ થઈ ગયો. આ પછી કાર્તિક અને સારાએ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું, જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' આજે એટલે કે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ સિવાય કાર્તિક આર્યન 'કેપ્ટન ઈન્ડિયા', 'શહેજાદા'માં જોવા મળશે. બીજી તરફ, સારા અલી ખાને તાજેતરમાં વિકી કૌશલ સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube