સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મ ગદર 2 હાલ બોક્સ ઓફિસ ઉપર પણ ગદર મચાવી રહી છે. શુક્રવારે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. 22 વર્ષ બાદ એકવાર ફરીથી સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં લોકોને ખુબ  પસંદ પડી રહ્યો છે. બોલવુડ અભિનેતા કાર્તિક આર્યને પણ થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ અને પોતાનું રિએક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે પડદા પર ગદર 2 ફિલ્મ ચાલી રહી છે અને સની દેઓલનો હેન્ડપંપવાળો સીન જોવા મળી રહ્યો છે. સની દેઓલ  દુશ્મનો પર ભારે પડતો જોવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં થિયેટરમાં લોકોનો અવાજ પણ ગૂંજી રહ્યો છે. તારા સિંહને જોઈને ફેન્સ બૂમો પાડી રહ્યા છે. જ્યારે કાર્તિક આર્યન પોતે પણ પોતાની જાતને રોકી શક્યો નહીં અને કાર્તિક આર્યનની પણ  બૂમો સંભળાઈ રહી છે. 


જુઓ વીડિયો



વીડિયો શેર કરતા કેપ્શનમાં કાર્તિક આર્યને લખ્યું કે આ આઈકોનિક સીન..મારી અંદર જે ફેનબોય છે તે તારા સિંહ માટે બૂમો પાડવા લાગ્યો. અત્રે જણાવવાનું કે સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ઉપરાંત આ ફિલ્મમાં મનિષ વાઘવાની પણ મહત્વની ભૂમિકા છે જેણે વિલનનો રોલ ભજવ્યો છે. 


હાલ તો આ ફિલ્મની બંપર કમાણી સતત ચાલી રહી છે. ફિલ્મે 11 ઓગસ્ટના રોજ 40 કરોડની સાથે બોક્સ ઓફિસ પર ઓપનિંગ કરી હતી. 6 દિવસમાં ફિલ્મે 200 કરોડ ઉપર બિઝનેસ કરી લીધો છે. 


કાર્તિક આર્યનની વાત કરીએ તો હાલ કાર્તિક પોતાની અપકમિંગ ફિલ્મ ચંદુ ચેમ્પિયનને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મની જાહેરાત થઈ છે. કાર્તિક આર્યનનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ચૂક્યો છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા છે. ગત વખતે તે કિયારા અડવાણી સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube