નવી દિલ્હી: બોલિવૂડના મોટા મોટા સિતારાઓની હાજરીથી આઈફા 2020 (IIFA 2020) એવોર્ડ ઈવેન્ટમાં હંમેશા ચાર ચાંદ લાગી જાય છે. આ ઈવેન્ટ આ વખતે ભોપાલમાં થવા જઈ રહી છે. આ વર્ષે આઈફા એવોર્ડ ફંક્શનને સલમાન ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરવાના છે. ગત સાંજે શુક્રવારે આ ઈવેન્ટની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં થઈ જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. કારણ કે અહીં એક વસ્તુ એવી જોવા મળી જેને જોઈને બધા ચોંકી ગયાં. કાર્તિક આર્યન કેટરીના કૈફને પગે લાગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પ્રેસ કોન્ફરન્સમાં હાથમાં ઈજા થઈ હોવા છતાં કાર્તિક આર્યન જ્યારે કેટરીનાને પગે લાગ્યો તો ત્યાં હાજર બધા લોકો ચોંકી ગયા હતાં. કાર્તિકે કેટરીનાને પગે પડીને માફી માંગી હતી. જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. હકીકતમાં વાત એમ છે કે કાર્તિક આર્યન આ અવસરે પ્રેસ કોન્ફરન્સમાં નિર્ધારિત સમય કરતા ઘણો મોડો પહોંચ્યો હતો. 



ત્યારબાદ કાર્તિક આર્યનની મજાક ઉડાવતા કેટરીનાએ કહ્યું કે મોડા આવવા બદલ સૌથી પહેલા તે માફી માંગશે. કેટરીનાની આ વાત પર કાર્તિકે હસતા હસતા મંચ પર એક હાથે કાન પડક્યા અને પોતાના તૂટેલા હાથથી કેટરીનાને પગે પડીને ચરણસ્પર્શ કર્યાં. કાર્તિકે અચાનક આવું કરતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. 


અત્રે જણાવવાનું કે આ વખતે શાહરૂખ ખાન, રિતિક રોશન. જેકલીન ફર્નાન્ડિસ, કરીના કપૂર અને કેટરીના કૈફ, કાર્તિક આર્યન જેવા તમામ મોટા કલાકારો આ મંચ પર પોતાનું લાઈવ પરફોર્મન્સ આપવાના છે.