નવી દિલ્હી: શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મોમાં એક ફિલ્મ ઈરફાન ખાન, દુલકર સલમાન અને અભિનેત્રી મિથિલા પારકરની કારવા પણ છે. આ ફિલ્મથી સાઉથ ઈન્ડિયન અભિનેતા દુલકર સલમાન બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે આ ટીમે ખુબ જ અનોખી રીત અપનાવતા ફિલ્મની જેમ જ અસલમાં પણ પ્રમોશન માટે રોડ ટ્રિપ શરૂ કરી છે. દુલકર સલમાન સાઉથનો મોટો સ્ટાર છે પરંતુ ઈરફાન સાથે ફિલ્મ કરવાની તેને ખુબ જ મજા આવી. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે 'આ ફિલ્મની અલગ અને ખાસ વાત એ છે કે સમગ્ર હિન્દી કાસ્ટ મારા શહેરમાં હતી, તો હું હોસ્ટની જેમ હતો. એવું લાગતું હતું કે બધા મારા ઘરે આવ્યાં છે. હું બધાને ફેરવતો હતો, બધુ બતાવતો હતો, અલગ અલગ ચીજો ખવડાવતો હતો. બહુ મિત્રો બન્યાં, સારું બોન્ડિંગ થયું. શુટિંગની મેમરી ખુબ જ યાદગાર છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરફાન માટે થયું હતું કારવાંનું સ્પેશિયલ સ્ક્રિનિંગ
ફક્ત દુલકર જ નહીં પરંતુ ફિલ્મની અભિનેત્રી મિથિલા પારકર માટે પણ આ ફિલ્મ જેટલી ખાસ છે તેટલી જ મજેદાર છે. તેણે કહ્યું કે 'ફિલ્મનું શુટિંગ એક પિકનિક જેવું હતું. સારા લોકો, સારી ફિલ્મ, સારી જગ્યા મળીને એક સારો કારવાં બન્યો અને સારા મિત્રો પણ બન્યાં.' આ ફિલ્મમાં ઈરફાન ખાન મહત્વની ભૂમિકામાં છે. પરંતુ લંડનમાં સારવાર ચાલતી હોવાના કારણએ પ્રમોશનનો ભાગ બની શક્યો નહીં. થોડા સમય પહેલા ઈરફાન ખાન માટે ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. દુલકર જણાવે છે કે 'અમે તેમની સાથે સીધી વાત તો નથી કરી પરંતુ તેમનો ફિડબેક ડાઈરેક્ટર અને પ્રોડક્શન ટીમને મળ્યો હતો અને તે ખુબ પોઝિટિવ હતાં. ફાઈનલ કટ તેમને ખુબ ગમ્યો અને ફિલ્મથી તેઓ ખુબ ખુશ છે.' 



ઈરફાન પાસે દરેક સવાલનો જવાબ
ઈરફાન ખાન ખુબ જ પુખ્ત કલાકાર છે. આમ છતાં તેમનામાં નવી ચીજો જાણવાની ઉત્સુક્તા રહેતી હોય છે. દુલકર જણાવે છે કે 'તેઓ હંમેશા ખુબ સવાલ જવાબ કરતા હોય છે. તેમની પાસે સવાલ તો ખુબ હોય છે પરંતુ આ સાથે જ અમારા દરેક સવાલનો જવાબ પણ હોય છે. તેમની પાસે હંમેશા ટોપિક હોય છે વાત કરવા માટે. તેઓ હંમેશા બધા સાથે કનેક્ટ કરી લે છે. 'તે આગળ જણાવે છે કે 'ઈરફાન સર જો અહીં હોત તો અલગ જ લેવલની એનર્જી હોત. તેઓ ફિલ્મને યોગ્ય રીતે પ્રેઝન્ટ કરી શકત. અત્યારે અમને એવું લાગે છે કે અમે લોકો કોઈ નાની સરખી ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છીએ.' 


ઓફર તો અનેક આવી, પરંતુ બધી રિમેક હતી
અત્રે જણાવવાનું કે દુલકરને આ અગાઉ પણ બોલિવૂડની અનેક ઓફરો આવી હતી. પરંતુ તેને મળેલી મોટા ભાગની ઓફર તેની જ સાઉથની ફિલ્મોની રિમેક હતી. જેને તે ફરીથી કરવા માંગતો નહતો. દુલકર જણાવે છે કે 'મેં અનેક સ્ક્રિપ્ટ સાંભળી, પણ આ પહેલી એવી સ્ક્રિપ્ટ હતી કે હું તેની સાથે કનેક્ટ થઈ શક્યો. આ અગાઉ જેટલી પણ સ્ક્રિપ્ટ આવી તે મારી જ ફિલ્મની રિમેક હતી. મને તેમાં એટલો રસ નહતો કારણ કે તે કરવામાં મને કશું નવું ન મળત. હું હંમેશા કઈંક નવું કરવા માંગુ છું.' 


મિથિલા પણ આ ફિલ્મને જ પોતાની યોગ્ય ડેબ્યુ માને છે. મિથિલા કહે છે કે 'કારવાંએ મને પસંદ કરી. હું અલગ અલગ ફિલ્મો માટે ઓડિશન આપી રહી હતી પરંતુ મને ખુશી છે કે મને 'કારવાં' મળી.' ફિલ્મ 'કારવાં' 3 ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. 


Rj