Video: ZEROમાં અનુષ્કા શર્મા કરતા પણ નાનો રોલ હોવા છતા કૈટરીનાએ શા માટે કરી આ ફિલ્મ?
કૈટરીના કૈફ હાલના સમયમમાં બોલીવુડની ટોપની હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે. ’જીરો’માં શાહરખ સાથે આવ્યા બાદ તે ‘ભારત’માં સલમાન ખાન સાથે દેખાશે.
નવી દિલ્હી: શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની જોડી તેમની નવી ફિલ્મ ‘જીરો’ને લઇને જોરદાર પ્રમોશન કરી રહી છે. ક્યાંક અનુષ્કા અને કેટરીના સાથે મળીને ફિલ્મને પ્રમોટ કરતી દેખાય છે. તો ક્યાંક શાહરૂખ ખાન એકલો જ ફિલ્મનો પ્રચાર કરતો દેખાઇ રહ્યો છે. ‘જીરો’ના ટ્રેલર રીલીઝ થયા બાદએ વાત સ્પષ્ટ થાય છે, કે ફિલ્મમાં કેટરીનાનો રોલ અનુષ્કા શર્મા કરતા ઓછો છે. પરંતુ તેના હાથમાં ટોપની ફિલ્મ હોવા છતા કૈટરીનાએ આ નાનો રોલ શા માટે પસંદ કર્યો ? આ વાતનો ખુલાસો કૈટરીનાએ જ કર્યો છે.
કૈટરીના હાલના સમયે બોલીવુડની ટોપની હીરોઇનના લિસ્ટમાં સામેલ છે. આ વર્ષે જ આમિર ખાનની સાથે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં દેખાએલી કૈટરીના ‘જીરો’માં શાહરૂખ અને આવતા વર્ષે ‘ભારત’માં ફરી એકવાર સલમાનખાન સાથે દેખાશે. ‘જીરો’માં કેટરીના સેકન્ડ લીડ રોલ એક્ટ્રસ છે. અમારી સહયોગી વેબસાઇટ ડીએમએને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં કેટરીનાએ જણાવ્યું કે, શરૂઆતમાં આ રોલને લઇ તે થોડી અસમંજસ જેવી સ્થિતિમાં હતી. કૈટરીના આ ફિલ્મમાં બબીતા કુમારીના રોલમાં છે. જે એક સુપરસ્ટાર છે. તે શરૂઆતથી જ જાણે છે, કે ફિલ્મમાં તેનો રોલ અનુષ્કા શર્માના રોલ કરતા નાનો છે. પછી તેણે પોતાના રોલને સમજ્યા બાદ કૈટરીનાએ નક્કી કર્યું તે આ રોલ કરશે જાણો શું કર્યું કૈટરીનાએ.
વીડિયો સાભાર: હયોગી વેબસાઇટ DNAIndiaNews
મહત્વનું છે, કે ‘જીરો’માં શાહરૂખ ખાન ઠીગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. જ્યારે અનુષ્કા શર્મા નાસાની એક વૈજ્ઞાનિક બની છે. જે સેરેબલ પેલ્સી નામની બિમારીથી જજુમી રહી છે. જ્યારે કૈટરીના કૈફ એક આલ્કોહોલિક સુપસ્ટાર છે. જેનું કરિયર સતત નીચે જઇ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ એર રોલમાં દેખાશે. જ્યારે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, શ્રી દેવી, રાની મુખર્જી, કાજોલ અને જૂહી ચાવલા પણ સ્પેશિયલ રોલમાં દેખાશે.