Katrina Kaif Photos: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ છેલ્લે મેરી ક્રિસ્મસ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યાર પછી તે એક પણ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. છેલ્લા ઘણા સમયથી કેટરીના કૈફ જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળતી નથી. તેનું કારણ છે કે કેટરીના કૈફ વિદેશમાં શાંતિથી સમય પસાર કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જોકે આ તસવીરો વાયરલ થતા કેટરીના કૈફના ચાહકોની ચિંતા વધી ગઈ છે. કૈટરિના કૈફએ જે જગ્યાની આ તસવીરો છે તેના કારણે લોકોનું ટેન્શન વધી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કેટરિના કૈફે તેના ઈંસ્ટાગ્રામ પર આઠ ફોટો અને એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં કેટરીના કેફ એક રૂમની બાલ્કનીમાં બેસીને સેલ્ફી લેતી જોવા મળે છે. આ સિવાય પણ કેટલાક ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. તે કોઈ એવી જગ્યાએ છે જે શહેરના ઘોંઘાટથી દુર જંગલમાં આવેલી છે. આ ફોટોની સાથે કેટરીના કૈફે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેણે છેલ્લે મેડિકલ હેલ્થ રિસોર્ટને ટેગ કરીને થેન્ક્યુ કહ્યું છે.



કેટરીના કૈફ છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. છેલ્લે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશનમાં વિકી કૌશલ સાથે જોવા મળી હતી. આ સિવાય તે ઘણા સમયથી સોશિયલ મીડિયાથી પણ દૂર છે. તેવામાં તેણે મેડિકલ હેલ્થ સેન્ટરમાંથી ફોટો શેર કર્યા જેને લઈને ચાહકોમાં ચિંતા વધી છે કે તે હેલ્થ સેન્ટરમાં શા માટે ગઈ હતી ?