KBC 16: અમિતાભ બચ્ચનને એમ જ કંઈ સદીનો મહાનાયક કહેવામાં આવતો નથી. તેની એક્ટિંગથી લઈને વ્યવહાર સુધી પ્રશંસા કરવામાં આવે છે. હાલ અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ 16 ને હોસ્ટ કરવાના કારણે તે ચર્ચામાં છે. શોમાં હોટ સીટ પર બેઠેલા કન્ટેસ્ટેન્ટ વિશે તો વાતો થતી રહે છે, સાથે બિગ બી પણ પોતાની જિંદગીમાં બનેલા કિસ્સાઓ સંભળાવતા હોય છે. હાલના દિવસોમાં ચાલી રહેલા શો દરમિયાન એવું જ કઈક જોવા મળ્યું જેમાં એક્ટરે કન્ટેસ્ટેન્ટની સામે પોતાની એક ગંદી આદત વિશે વાત કરી જેણે અમિતાભે પોતાના પિતાના કહેવા પર છોડી પણ દીધી હતી. ચલો જાણીએ અમિતાભને તે કઈ લત હતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભને જવાનીના દિવસોમાં પડી ગઈ હતી ગંદી આદત
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન હાલ કેબીસી 16ને હોસ્ટ કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે હોટ સીટ પર બેઠેલા કન્ટેસ્ટેન્ટની સામે પોતાની એક ગંદી લત વિશે જાણકારી આપી. જોકે, અભિનેતાએ સામે બેઠેલા કન્ટેસ્ટેન્ટને પણ એક સવાલ પુછ્યો હતો. આ સવાલ હતો...



  • 1. આમાંથી શું મુંબઈના એક રેલવે સ્ટેશન અને એક રેસ કોર્સનું પણ નામ છે.

  • A. ગોરેગાંવ

  • B. પરેલ

  • C. મહાલક્ષ્મી

  • D. દાદર


જવાબ હતો ઓપ્શન C. મહાલક્ષ્મી.


ત્યારબાદ અમિતાભ બચ્ચને પણ તેમને આ સંબંધિત સવાલ પૂછ્યો કે શું તમે ક્યારેય રેસકોર્સમાં ગયા છો? જ્યારે સ્પર્ધકે ના કહ્યું તો અમિતાભે કહ્યું કે તે સારું છે, નહીં તો વ્યક્તિને લત પડી જાય છે. પછી તેમણે પોતાનો એક અનુભવ શેર કર્યો અને કહ્યું કે મને પણ એક ગંદી લત લાગી ગઈ હતી.



શું હતી તે ગંદી લત?
અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, જ્યારે તે કોલકાતામાં નોકરી કરવા માટે ગયા હતા, તો ત્યાં તે 300-400 રૂપિયાની નોકરી કરતા હતા. એવામાં તેમણે 50-60 રૂપિયા એક્સ્ટ્રા કમાવવા માટે રેસકોર્સમાં જવાની લત લાગી ગઈ. તેમણે કહ્યું કે મારી આદત હતી કે હું દરેક વાત મારા માતાપિતા સાથે શેર કરતો હતો. એક દિવસ મારા પિતાજીએ એક ચિઠ્ઠી લખી જેમાં લખેલું હતું કે પૈસો એ જ અર્જિત કરવો જોઈએ, જેણે કમાવવામાં લોહી-પરસેવો વહાવ્યો હોય. અભિનેતાએ કહ્યું કે હું સમજી ગયો હતો કે મારા પિતા શું કહેવા માંગે છે અને તેમણે જે કહ્યું તે અનુસરવાનું શરૂ કર્યું.