નવી દિલ્હી: ટીવીના સૌથી મોટા રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ની સીઝન 10 સોની ચેનલ પર શરૂ થઇ ગઇ છે. શોની પ્રથમ કંટેસ્ટેન્ટ સોનિયા યાદવે 12 લાખ 50 હજાર રૂપિયા જીતીને શોથી વિદાય લીધી હતી. હરિયાણાની સોનિયા યાદવ પ્રથમ કંટેસ્ટેન્ટ તરીકે શોના પ્રીમિયર એપિસોડમાં પહોંચી હતી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કંટેસ્ટેન્ટમાં સોનિયા એક માત્ર કંટેસ્ટેન્ટ હતી જેમણે સાવલનો સાચો જવાબ આપ્યો હતો. આર્મી બેકગ્રાઉન્ડથી આવનાર સોનિયા પોતે એક એરોનોટિકલ એન્જિનિયર હતી. સોનિયાએ શો પર 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા છે. તેઓ 25 લાખ રૂપિયાના સવાલનો જવાબ આપી શક્યા નહી અને તેમને ક્વિટ કરી દીધુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોના સૌથી પોપ્યુલર હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીની સીઝન 10માં આ વખતે ઘણા ફેરફાર લઇને આવ્યા છે. શોમાં આ વખતે ફિલ્મોના પ્રમોશન નહીં થાય. આ સીઝનમાં પ્રથમ વખત ‘કેબીસી કર્મવીર’ સેગ્મેન્ટ શરૂ કરવામાં આવ્યું છે જે દર શુક્રવારે પ્રસારિત કરવામાં આવશે. આ સેગ્મેન્ટમાં એવા લોકોની રિયલ લાઇફ સ્ટોરી દેખાડવામાં આવશે જે સમાજમાં સહારાત્મક ફેરફાર કરી રહ્યા છે.



શોની લાઇફલાઇન્સમાં આ વખતે 50:50, ઓડિયન્સ પોલ, જોડીદાર પહેલાની જેમ જ છે. આસ્ક ધ એક્સપર્ટ લાઇફલાઇનને ફરી એક વખત શો પર પાછી લાવવામાં આવી છે પરંતુ આ વખતે કોલિંગની જગ્યાએ કંટેસ્ટેન્ટ સીધે એક્સપર્ટ સાથે વાત કરી શકશે. શોમાં આજ તકની એન્કર અંજના ઓમ કશ્યપ એક્સપર્ટના રૂપે પહોંચી હતી.


ભારતનો પ્રથમ ક્વિઝ રિયાલિટી શો
3 જુલાઇ 2000માં પ્રથમ વખત શો કોન બનેગા કરોડપતિનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતનો આ પ્રથમ રિયાલિટી ક્વિઝ શો ઘર-ઘરમાં પોપ્યુલર બન્યો હતો. કોન બનેગા કરોડપતિ અત્યાર સુધીમાં 9 સીઝન પ્રસારિત કરી છે. અને 10મી સીઝનનું પ્રસારણ સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન પર 3 સ્પ્ટેમ્બરથી શરૂ થઇ ગયું છે. જણાવી દઇએ કે શોની ત્રીજી સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી પરંતુ દર્શકોમાં અમિતાભ વધારે ફેમસ રહ્યાં અને અત્યાર સુધી તેમનું જાદુ જોવા મળી રહ્યુ છે.