નવી દિલ્હીઃ 'કૌન બનેગા કરકોડપતિ' સિઝન-10 પણ અગાઉની તમામ સિઝનની જેમ સૌથી સફળ ચાલી રહી છે. તાજેતરમાં જ શોને તેની પ્રથમ કરોડપતિ મહિલા મળી ગઈ છે. આસામની બીનિતા જૈન કેબીસીની પ્રથમ કરોડપતિ બની છે. જોકે, તે 1 કરોડ જીતીને ગઈ છે, પરંતુ આ શોમાં તેને રૂ.6 કરોડ હારીને આ શોમાંથી રવાના થવું પડ્યું છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે બન્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીનિતા જૈનનો એપિસોડ અત્યંત રસપ્રદ રહ્યો, કેમ કે તેણે રૂ.50 લાખના સવાલ સુધી પોતાની તમામ લાઈફલાઈનનો ઉપયોગ કરી લીધો હતો. ત્યાર બાદ બીનિતા સામે રૂ.1 કરોડનો સવાલ આવ્યો હતો. બે બાળકોની માતા અને ટ્યુશન શિક્ષિકા બીનિતાએ 1 કરોડના સવાલનો જવાબ કોઈની મદદ કે લાઈફ લાઈન વગર આપ્યો અને આ સાથે જ તે કેબીસી-10ની પ્રથમ કરોડપતિ બની ગઈ હતી. 



ત્યાર બાદ 7 કરોડના સવાલનો વારો આવ્યો હતો. આ સવાલનો જવાબ તેણે જીતેલી રકમને એક-બે નહીં પરંતુ 7ગણી વધારે એમ હતો. સવાલની કિંમત જેટલો જ તણાવ અને દબાણ તેના પર આવી ગયું હતું. તેની સાથે જ જો તેના આ સવાલનો જવાબ ખોટો પડતો તો તે નીચે પહોંચીને માત્ર રૂ.3.20 લાખ જ જીતી શકે એમ હતી. 7 કરોડની રકમ માટે તેને પુછવામાં આવેલો સવાલ એ હતો કે, 'પ્રથમ સ્ટોક ટિકરની શોધ 1867માં સૌથી પહેલા કોણે કરી હતી?'


બીનિતાને આ સવાલના જવાબ અંગે કોઈ માહિતી ન હતી. આટલા મોટા સવાલ પર તે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતી નહતી. આ કારણે જ તેણે રૂ.1 કરોડની રકમ સાથે ગેમ છોડવાનો નિર્ણય લીધો હતો. 



ત્યાર બાદ બિગ બીએ તેને પુછ્યું કે, જો તે અંદાજ લગાવે તો કયો જવાબ સાચો રહેતો? આ અંગે બીનિતાએ ઓપ્શન-A પસંદ કર્યો હતો, જેમાં લખ્યું હતું એડવર્ડ ચાલાન. બધા જ લોકો એ જોઈને આશ્ચર્યચકિત રહી ગચા, કેમ કે તેનો આ જવાબ સાચો હતો. જોકે, હાજર તમામ દર્શકો એ બાબતે ખુશ હતા કે તે રૂ.1 કરોડ જીતીને જઈ રહી હતી, પરંતુ તેને રૂ.6 કરોડ ગુમાવવાનું પણ દુખ હતો.