નવી દિલ્હી: સપના તો દરેક જોવા છે પરંતુ બોલીવુડના જાણીતા અમિતાભ બચ્ચન જે તેમના શો ‘કોન બનેગા કરોડપતિ’ દ્વારા લોકના સપના પૂરા કરવામાં મદદ કરે છે. લોકો પણ આરામથી આ એક્ટિંગના બાદશાહની સામે પોતાનું દિલ ખોલીને તેમના દુ:ખ અને સુખની વાતો શેર કર છે. કંઇક આવુ જ થયું બુધવારના હોટ સીટ પર બેઠેલા સંદીપની સાથે. સંદીપે જ્યારે તેના જીવનમાં થયેલા નુકસાન વિષે અમિતાભ બચ્ચનને જણાવ્યું હતું ત્યારે બચ્ચન પણ શોક થઇ ગયા હતા. વાત જ કંઇક એવી હતી. સંદીપે જણાવ્યું હતું કે જીવનામાં 20 વખત 7 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે અને તેની ભરપાઇ કરવા માટે જ કેબીસીમાં આવ્યો છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નુકસાનનું કારણ જાણી લોકો હસી પડ્યા
20 વખત થયેલા 7 કરોડના નુકસાનની વાત કરતા ઉદાસ મને જ્યારે બચ્ચને સંદીપને તેનું કારણ પુછ્યૂ હતું ત્યારે કારણ જાણીને શોમાં આવેલા દરકે લોકો હસી પડ્યા હતા. કારણ એ હતું કે સંદીપે સપાનામાં 20 વખત અમિતાભ બચ્ચન 7 કરોડ રૂપિયાનો ચેક આપતા જોવા મળ્યા હતા, પરંતુ સંદીપ તેનો ચેક લેવા જાય તે પહેલા જ તેને કોઇ જગાડી દેતા હતા. સંદીપનું આટલું કહેતા જ શોમાં હાજર દરેક લોકો અને બીગ બી જોર જોરથી હસવા લાગ્યા હતા. બીગ બીએ સંદીપને ગેમ રમવા માટેની અભિનંદન પાઠવ્યા અને ગેમ શરૂ કરી હતી.



સંદીપે ક્યારે કોઇ શાકભાજી ખાધુ નથી
આમ તો અહીં આવતા મોટાભાગના કંટેસ્ટેંટ નોર્મલ માણસ જ હોય છે, પરંતુ કેટલાક વિચિત્ર લોકો પણ હોટ સીટ પર બેસતા હોય છે. કંઇક આવો જ હતો સંદીપ જેના વિષે જાણીને અમિતાભ બચ્ચન પણ શોક થઇ રહ્યા હતા. સંદીપ મંગળવારે હોટ સીટ પર હતો. મંગળવારે પૌઆ પર આવેલા એક સવાલ પર સંદીપે જણાવ્યું હતું કે તેણે ક્યારેય પણ કોઇ શાકભાજી ખાધા નથી. દહીં અને ચાણાના લોટથી બનેલી વસ્તુઓથી જ પોતાનું પેટ ભરતો આવી રહ્યો છે. એટલામાં જ બુધવારે ગેમ શરૂ કરતા પહેલા જ બીગ બીએ સંદીપને પૂછ્યું કે કંઇક ભોજન કરીને આવ્યા છે કે નહીં.



જૂનિયર બચ્ચને ક્યારે પણ નથી ખાધા ફળ
જ્યારે સંદીપે તેની શાકભાજી ન ખાવાની વાત કરી ત્યારે બીગ બીએ પણ તેમના પરિવારનું એક સીક્રેટ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર અભિષેક બચ્ચને ક્યારે પણ ફળ ખાધા નથી. આ સાથે અમિતાભ બચ્ચને શોના દરેક દર્શકોને આ મેસેજ આપ્યો કે લીલા શાકભાજી અને ફળ ખાવા ખુબ જરૂરી છે.