નવી દિલ્હી: લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ના હાલના એપિસોડમાં રેખા રાનીને હોટસીટ પર બેસવાની તક મળી. 27 વર્ષની રાની દિલ્હીની રહેવાસી છે. અમિતાભ બચ્ચન તેમના ચુલબલા અંદાજથી ખૂબ પ્રભાવિત જોવા મળી. તે 6 લાખ 40 હજાર રૂપિયા જીતવામાં સફળ રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેખા આ પ્રશ્નનો જવાબ આપી શકતી નથી
રેખા રાનીએ શોમાં જણાવ્યું કે તે લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે. તે સારી રમત રમતાં 12.50 લાખ રૂપિયાના પ્રશ્ન સુધી પહોંચી. જોકે12,5000 રૂપિયાના પ્રશ્નના જવાબ આપી શકતી નથી અને ગેમ ક્વિટ કરી દીધી. તે 6.40 લાખ રૂપિયા જીતીને પરત ફરી. શું તમને ખબર છે તેનો જવાબ? 


પ્રશ્ન હતો- સઇદ મિર્ઝાની ફિલ્મ 'નસીમ'માં નસીમના દાદાની ભૂમિકા કયા કવિએ ભજવી હતી. વિકલ્પ છે-
(A) કૈફી આઝમી
(B) મજરૂહ સુલ્તાનપુરી
(C) ગુલઝાર
(D) જાવેદ અખ્તર


તેનો સાચો જવાબ હતો- કૈફી આઝમી. 


આર્થિક તંગી પસાર થયું જીવન
રેખાને પણ લોકડાઉના સમયે આર્થિક તંગમાંથી પસાર થવું પડ્યું હતું. રેખાએ જણાવ્યું કે તેનો એક સમય હતો કે ઘરમાં 10 રૂપિયા સુધી ન હતા. દૂધ ખરીદવા માટે પૈસા ન હતા. તે દરમિયાન તેમના મિત્રોએ તેમની મદદ કરી. તમને જણાવી દઇએ કે રેખા રાનીનું જીવન ખૂબ ગરીબીમાં પસાર થયું છે. તેમના પિતા ઓટો ચલાવે છે. 


શોમાં રેખાએ જણાવ્યું કે શાહરૂખ ખાન તેમના ફેવરિટ એક્ટર રહ્યા છે અને અમિતાભે 'મોહબ્બતેં'માં શાહરૂખને ધમકાવતા હતા તો તેમને ખરાબ લાગ્યું હતું. તેના પર અમિતાભ કહે છે કે તેમને દુખ છે કે તેમણે રેખા રાનીનું દિલ દુભાવ્યું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube