નવી દિલ્હીઃ અક્ષય કુમારે હોળીના દિવસે ફિલ્મ 'કેસરી' રિલીઝ કરીને પોતાના ફેન્સ સાથે કેસરિયા રંગની હોળી રમી છે. તો હવે તેના ફેન આ રંગના બદલે પ્રેમ આપીને હોળી રમી રહ્યાં છે. કેસરીને દર્શકોનો એવો પ્રેમ મળી રહ્યો છે કે, માત્ર બે દિવસમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઇ ગઈ છે. જે ગતીથી ફિલ્મની કમાણી થઈ રહી છે એક સપ્તાહ પહેલા આ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હવે ફિલ્મના બીજા દિવસની કમાણી તો શુક્રવારે બોક્સ ઓફિસ કલેક્શન વિશે જાણીએ તો ફિલ્મએ પોતાનો જલવો જાળવી રાખતા વર્કિંગ ડે હોવા છતાં 16.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ફિલ્મએ પ્રથમ દિવસે ગુરૂવારે 21.50 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. આ હિસાબે ફિલ્મએ માત્ર બે દિવસમાં 37.76 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 



આ ફિલ્મએ પ્રથમ દિવસની કમાણીથી વર્ષના બિગેસ્ટ ઓપનિંગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે તો હવે લાગી રહ્યું છે કે, વર્ષની સૌથી ઝડપી 100 કરોડ કમાનારી ફિલ્મ બની જશે. ફિલ્મએ ગુરૂવારે 21.50 કરોડની શાનદાર ઓપનિંગ કરીને ગલી બોયે 19.40 કરોડની ઓપનિંગ કરી હતી તો આ મામલામાં ટોટલ ધમાલ 16.50 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાન પર છે.