નવી દિલ્હી: KGF Chapter 2 આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાં શામેલ છે. પ્રથમ ચેપ્ટર બાદ ચાહકોમાં તેના બીજા ભાગ માટે પ્રબળ ઉત્સુક છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સાથે બે-બે હાથ કરતા જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર 8 જાન્યુઆરીએ યશના જન્મદિવસ પર રિલીઝ થવાનું છે અને હવે ટીઝર રિલીઝ થવાનો સમય જણાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- IndiGoના સ્ટાફે દિગ્ગજ ગુજરાતી એક્ટર સાથે કરી ગેરવર્તણૂંક 


કેજીએફ ચેપ્ટર 2માં રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રવિનાએ મંગળવારે ફોટો શેર કર્યો અને લખ્યું- ખૂબ ઉત્સાહિત છું. 3 દિવસ બાકી છે. રમિકા સેન પ્રસ્તુત છે. કેજીએફ ચેપ્ટર 2ના ટીઝરની 8 જાન્યુઆરી સવારે 10.18 વાગ્ય સુધી રાહ જોવાઈ રહી છે.


ટીઝરના રિલીઝ થવામાં હજુ બે દિવસ બાકી છે, પરંતુ દર્શકોની આતુરતાને વધારતા સંજય દત્ત (Sanjay Dutt)એ તેના રોલ સંબંધિત એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું છે 2 દિવસ બાકી, ટીઝર 8 જાન્યુઆરીના સવેરા 10.18 AM પર આવશે.


વરૂણ ધવનની કો સ્ટારનો રિપોટ આવ્યો પોઝિટિવ, સરકારી હોસ્ટિપલમાં સારવારથી ઈનકાર


ડિસેમ્બરમાં ફિલ્મનો ક્લાઇમેક્સ શૂટ કરવામાં આવ્યો હતો. ક્લાઇમેક્સમાં નાયક રોકી ભાઈ (યશ) અને વિલન અધીરા (સંજય) વચ્ચે ઉગ્ર એક્શન સાથે ફાઇટિંગ અને ઘાતક સ્ટન્ટ્સ કરવામાં આવ્યા છે. કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 1 બ્લોકબસ્ટર ફિલ્મ છે, જે 2018માં રીલિઝ થઈ હતી. તે 1960ના દાયકામાં સેટ થયેલી પિરિયડ ફિલ્મ હતી, જેમાં કોલર ગોલ્ડ ફીલ્ડ્સને લઇને સક્રિય માફિયાની સ્ટોરી દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં પણ ડબ કરીને રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મના કારણે યશે ઉત્તર ભારતમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube