નવી દિલ્હીઃ સોનાક્ષી સિન્હાના લીડ રોલ વાળી ફિલ્મ 'ખાનદાની શફાખાના'ના પ્રથમ દિવસનું કલેક્શન બોક્સ ઓફિસ પર ઓછું રહ્યું છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ સમાજમાં વર્જિત મનાતા સેક્સ ટોપિક પર બનાવવામાં આવી છે. તેવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક એવી ફિલ્મ છે જે પૂરા પરિવારની સાથે જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે પોતાના ઓપનિંગ ડે પર ફિલ્મએ માત્ર 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે વીકેન્ડ પર આ ફિલ્મની કમાણીમાં કંઇક તેજી આવી શકે છે પરંતુ ધ લોયન કિંગ અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ જેવી હોલીવુડ ફિલ્મની હાજરી તેના બિઝનેસને પ્રભાવિત કરી શકે છે. 


આ ફિલ્મથી જાણીતા રેપર બાદશાહે બોલીવુડમાં પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સિવાય વરૂણ શર્મા, અન્નૂ કપૂર, પ્રિયાંશ જોરા અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકાર હાજર છે. ખાનદાની શફાખાનાનું ડાયરેક્સન શિલ્પી દાસગુપ્તાએ કર્યું છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર