સુપર હેન્ડસમ સાથે દેખાઈ શ્રીદેવીની દીકરી ખુશી, SOTY2ના સ્ક્રિનિંગ વખતે બની ચર્ચાનો વિષય
શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે. ખુશી બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એક્ટિંગ કરતી જોવા મળશે. ખુશી ફિલ્મોમાં જોવા મળશે એ વાતનો ખુલાસો કરણ જોહરે કર્યો છે.
મુંબઈ : મુંબઈમાં હાલમાં સ્ટુડન્ટ ઓફ ધ યર 2નું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા પણ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો બની હતી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર. અહીં ખુશી એક હેન્ડસમ યુવક સાથે જોવા મળી હતી. ખુશી અને આ યુવકે એકસરખા કપડાં પહેર્યા હતા અને તે બહુ ઉત્સાહમાં દેખાઈ રહી હતી.
ખુશી સાથે આવેલા આ હેન્ડસમ યુવક વિશે તપાસ કરતા માહિતી મળી કે આ યુવક અંશ દુગ્ગલ છે અને તે એક મોડેલ છે. તે મોડલિંગ એસાઇનમેન્ટ માટે મુંબઈ અને દિલ્હી આવતો-જતો રહે છે. અંશ થોડા સમય પહેલાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતા જોવા મળ્યો હતો. ભવિષ્યમાં તેની એક્ટિંગના ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા છે.
#Throwback : જ્યારે કૈફી આઝમી સાથે લગ્ન કરવા આ છોકરીએ તોડી હતી સગાઈ, આવી હતી લવસ્ટોરી
બોલિવૂડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો સિલસિલો ચાલી રહ્યો છે. 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હવે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે. ખુશી બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એક્ટિંગ કરતી જોવા મળશે. ખુશી ફિલ્મોમાં જોવા મળશે એ વાતનો ખુલાસો કરણ જોહરે કર્યો છે. કરણ જોહર બહુ જલ્દી ખુશી કપૂરને લોન્ચ કરવાનો છે. કરણે આ ખુલાસો નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં કર્યો હતો. કરણે આ શોમાં એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેનો ઇરાદો 2019માં ખુશી કપૂર અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને લોન્ચ કરવાનો છે. જોકે એ પહેલાં ચર્ચા હતી કે કરણ શ્રીદેવીની દીકરી ખુશી અને શાહરૂખ ખાનના દીકરા આર્યનને સાથે ચમકાવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.