Kiara Advani: ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ અભિનેત્રી કિયારા અડવાણી સતત ચર્ચામાં છે. તેણે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થની જોડી લોકોને પણ ખૂબ પસંદ છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે હવે કિયારા અડવાણીની આગામી તેલુગુ ફિલ્મને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મની ચર્ચા અભિનેત્રીની ફીના કારણે થઈ રહી છે. કિયારાની આ ફિલ્મ RC15 છે. લગ્ન પછી તેણે તેની ફી વધારી 4 કરોડ રૂપિયા કરી છે. આ ફી તેની અગાઉની ફિલ્મો કરતા ઘણી વધારે છે. લગ્ન પછી કિયારા અડવાણીની 4 કરોડની ફી પરથી એ વાત સાબિત થાય છે કે તેણે ફિલ્મી દુનિયામાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. લગ્ન બાદ હવે તે આ ફિલ્મનું જ શૂટિંગ શરૂ કરવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Mrs Chatterjee vs Norway ફિલ્મની સ્ટોરી છે કોલકત્તાના આ દંપતિના જીવન પર છે આધારિત


કિયારા અડવાણીથી ઓછી સુંદર નથી કિયારાની માતા, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ


અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પાદુકોણ ખરાબ સમયમાં કરી ચૂક્યા છે આવા કામ
 


RC15 પેન ઈન્ડિયા ફિલ્મ હશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણ સાથે જોવા મળશે. આ તેમની બીજી ફિલ્મ હશે. આ પહેલા બંને તેલુગુ ફિલ્મ વિનયા વિધેયા રામામાં સાથે જોવા મળ્યા હતા. આ બંને સિવાય ફિલ્મમાં સાઉથની અભિનેત્રી અંજલિની પણ મહત્વની ભૂમિકા છે


બ્લોકબસ્ટર ફિલ્મ RRR પછી રામ ચરણની આ બીજી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે જે કિયારા અડવાણી અને અંજલિની સામે હશે. આ ફિલ્મ 170 કરોડના બજેટમાં બની રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં રિલીઝ કરવાની યોજના છે. RC15 એક પોલિટિકલ થ્રિલર છે. કિયારા અડવાણી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી ચુકી છે. પરંતુ વચ્ચે લગ્નની તૈયારીઓમાં તે વ્યસ્ત હતી તેથી શૂટિંગ અટક્યું હતું. હવે તે ફરીથી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.